સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હજુ પણ સ્કૂલ રાબેતા મુજબ શરૂ થઈ નથી અને ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થિનીએ ઓનલાઇન એજ્યુકેશનથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
મળતી વિગતો પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં ડિસન્ટ ચાઈલ્ડ હાઉસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ઓનલાઈન અભ્યાસથી કંટાળીને વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. ઓનલાઈન અભ્યાસને લઈ વિદ્યાર્થીની ચિંતિત હતી. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જો કે આપઘાત મુદ્દે પોલીસની કોઈ પુષ્ટિ નથી કરી. મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરાઈ છે.
સુરતઃ ધોરણ-10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, સગીરાના આપઘાત પાછળ પરિવારે શું આપ્યું કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Oct 2020 09:58 AM (IST)
સુરતમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થિનીએ ઓનલાઇન એજ્યુકેશનથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -