Love Jihad: રાજ્યમાં સતત વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓ મુદ્દે હવે સરકાર એક્શનમાં આવી છે. થોડાક દિવસો પહેલા નવાસારી જિલ્લાના ખેરગામમાં એક લવ જેહાદની ઘટના સામે આવી હતી, આ પછી પોલીસે લવ જેહાદના ગુનેગાર આરોપીનું ગામમાં સરઘસ કાઢ્યુ હતુ. હવે લવ જેહાદની ઘટના મુદ્દે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે ચેતાવતી આપતું ખાસ નિવેદન આપ્યુ છે.
રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક જાહેરસભામાં વિદ્યર્મીઓ અને લવજેહાદ મુદ્દે ખાસ ચેતાવણી આપી અને હૂંકાર કર્યો કે, આરોપીઓને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે.
હર્ષ સંઘવીએ ખેરગામમાં આરોપીનું કાઢવામા આવેલા સરઘસ -વરઘોડા અંગે નિવેદન આપતા કહ્યું કે, આરોપીઓએ આ કાર્યવાહીને ચેતવણી સમજો, આનાથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલુ જ નહીં કાયદાકીય કાર્યવાહી સાથે અન્ય કાર્યવાહી પણ કરાશે. આરોપીઓએ ખેરગામના એક યુવતીને ફસાવી હતી, હિન્દુ નામ ધારણ કરીને બીજે લગ્ન કરાવ્યા હતા, યુવતી ફરિયાદ કરવા માટે તૈયાર ના હતી કેમ કે યુવતી ગભરાયેલી હતી, જોકે, યુવતીને સમજાવ્યા બાદ તેને પોલીસમાં ફરિયાદ આપી અને બાદમાં આરોપી સામે કાર્યવાહી કરાઈ છે.
શું છે સમગ્ર મામલો -
નવસારી: જિલ્લાના ખેરગામના કુંભારવાડમાં રેહતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે એક યુવતીને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ આચરીને ભોગવી હતી તેમ છતાં યુવતીની આંખ ઊઘડી ન હતી. સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે વિધર્મી યુવતી સાથે લગ્ન ન કરી શક્યો એટલે યુવક આરોપીએ હિન્દુ યુવક રોનક પટેલ નામના બીલીમોરાના મળતિયા યુવક સાથે લગ્ન કરાવ્યા અને બન્ને નરાધમોએ દુષ્કર્મ આચરતા યુવતીની સમજણમાં સમગ્ર પિકચર બહાર આવ્યું અને પોલીસનો સહારો લીધો અને પોલીસે આરોપીના ગામના જઈને રીઢા ગુનેગારને ગામમાં સરઘસ કાઢીને ફેરવ્યો હતો. જેને સમગ્ર ગામ સાથે મુસ્લિમ સમાજે વધાવી લીધું હતું અને પોલીસની કામગીરીને બિરદાવી છે.
લવ જેહાદના કેસમાં પોલીસે નવો પર્દાફાશ કર્યો છે જે સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. આવા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આખ કરી છે. આરોપીના પરિવાર સાથે આરોપી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મારામારી, વ્યાજખોરો, પ્રૉહિબિશન, નાના મોટા ૨૦ જેટલા ગુના ધરાવે છે જેને લઈને પોલીસે સમગ્ર મામલો ગંભીરતાથી લઈને આરોપીને દબોચી લીધો છે.