સુરત: ગુજરાતમાં નવા વેરિયન્ટના તોળાઇ રહેલા ખતરા વચ્ચે ફરી એકવાર સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે, જેને કારણે તંત્ર અને વાલીઓ ચિંતિત બન્યા છે. આજે સુરત અને વલસાડની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.


સુરતમાં રાંદેર તાડવાડીની શ્રીનાથ સોસાયટીમાં 17 વર્ષિય પુત્ર સહિત માતા-પિતાને કોરોના લાગતાં તંત્ર દોડતું થઈ ગયું છે. આખી સોસાયટી કન્ટેઇન્મેન્ટમાં મુકાઈ છે. નવા 7 કેસમાંથી 20થી ઓછી વયના 3 લોકો છે. પોઝિટિવ આવેલો 17 વર્ષિય તરુણ અમરોલીની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જેથી અન્ય વિદ્યાર્થીઓનું માસ ટેસ્ટિંગ કરવામાં આવશે. ​​​​​​​પોઝિટિવ આવેલા દંપતીએ રસીના બંને ડોઝ લીધા હતા.


વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલ અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ 58 જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે. 
આરોગ્ય વિભાગ દ્વારા RTPCR ટેસ્ટ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. 


ગઈ કાલે ભુજની એક શાળામાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજની વિડી હાઈસ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ 11મા ભણતા વિદ્યાર્થીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ  પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર આજે જાહેરાત કરવામાં આવી છે. તકેદારી માટે આજે શાળામાં 30 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના RTPCR ટેસ્ટ કરાયા હતા. 


ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકોમાં ડરનો માહોલ છે, ત્યારે ગુજરાતમાં પણ આ નવા વેરિયન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ લોકોમાં ડર પેસી ગયો છે. નવા વેરિયન્ટના ડરને કારણે રાજકોટની સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 


સરકારી અને ખાનગી સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં 4 થી 5 ટકાનો ઘટાડો થયો છે. ઓમીક્રોન અને ઠડા વાતાવરણના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. નવા વેરિયન્ટથી અમુક વાલીઓ બાળકોને સ્કૂલે નથી મોકલી રહ્યા. નાના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે નથી મોકલી રહ્યા. માંડ માંડ સ્કૂલો શરૂ થઈ ત્યાં ઓમોક્રોનનો ડર વાલીઓને સતાવી રહ્યો છે. 


હાલમાં સ્કૂલોમા નાના બાળકોમાં 35 ટકા વિદ્યાર્થીઓની હાજરી છે. ધોરણ 1 થી 5માં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા 40 ટકા જેટલી હાજરી હતી. 6 થી 12 ધોરણ સુધી હાલમાં 70 ટકા હાજરી છે. ઓમીક્રોન, ઠડું વાતાવરણ અને લગ્નની સિઝનના કારણે બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું 5 ટકા સંખ્યા ઘટી છે. ઓમોક્રોનથી વાલીઓમાં ડરનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારમાં બાળકોની સંખ્યાઓ ઘટી છે. વાલીઓને શિક્ષણ અધિકારીએ કહ્યું સલામતી જરૂરી પણ ડરવાની જરૂર નથી.


નોંધનીય છે કે, નવા સત્રથી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ધોરણ 1થી 5ની સ્કૂલો પણ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ત્યારે કોરોનાના કેસો ઘટતા લોકોએ બાળકોને સ્કૂલે મોકલવાનું શરૂ કર્યું હતું. જોકે, દક્ષિણ આફ્રિકાથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટને પગલે ફરી એકવાર વાલીઓ ભયભીત થઈ ગયા છે અને કેટલાક વાલીઓ પોતાના સંતાનોના સ્વાસ્થ્યની ચિંતાને પગલે બાળકોને સ્કૂલે મોકલવાની ટાળી રહ્યા છે.