Surat: સુરતમાં રમતા-રમતા પાંચ વર્ષીય બાળા વીંટી ગળી જતા અન્નનળીમાં ફસાઈ હતી. તબીબોએ સફળતાપૂર્વક વીંટી બહાર કાઢી હતી. વીંટી ગળાઇ જતા ગળામાં દુઃખાવો શરૂ થયો હોવાની ફરિયાદ કરતાં તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. સિવિલના તબીબોએ દૂરબીનની મદદથી વીંટી કાઢી હતી.


એક કલાક સુધી બાળકીનું ઓપરેશન ચાલ્યું હતું.


મૂળ ઓરિસ્સાના વતની અને હાલ પાંડેસરમાં રહેતા બલરામ મહેતાની પાંચ વર્ષની પુત્રી ઘરમાં રમતી હતી ત્યારે આંગળીમાં પહરેલી તાંબાની વીંટી મોઢામાં નાંખી હતી. અચાનક વીંટી ગળી જતાં દુખાવો થતાં માતાપિતાને ફરિયાદ કરી હતી. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ઈએનટી વિભાગના તબીબોએ એક્સ રે સહિતની તપાસ કરી હતી. જેમાં વીંટી અન્નનળીમાં ફસાયેલી જોવા મળી હતી.


ઈએનટી વિભાગના ડો. કહ્યું, જો વીંટી સમયસર ન કાઢવામાં આવી હોત તો કોમ્પલિકેશન થવાની ભીતી હતી. તબીબોની ટીમ એક કલાક દુરબીનથી ઓપરેશન કરીને અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.  


BMW કાર ચાલકે રાહદરી કપલને લીધું અડફેટે, જાણો કારમાંથી શું મળ્યું ?


 અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર આ ઘટના બની છે. BMW કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાની આશંકા છે. રોડ પર ચાલી રહેલા રાહદારી કપલને કાર ચાલકે અડફેટે લીધા હતા. BMW કાર ચાલક ઘટના સ્થળ પરથી દોઢ કિલોમીટર આગળ ગાડી મૂકીને નાસી ગયો હતો. ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.


રાજકોટમાં રોડ ક્રોસ કરતાં વિદ્યાર્થીને કાર ચાલકે ઉડાવ્યો


રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4 ના વિદ્યાર્થી કારચાલકે હડફેટે લેતા મોત થયું છે. અકસ્માતમાં જયેશ ઉર્ફે ચીકી ગોહેલ નામના બાળકનું મોત થયું છે. બાળકને અડફેટે લઈ કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. કુવાડવાના મધરવાડા રોડ પર આ ઘટના બની હતી.કાર નંબર GJ3HR 5584 નંબર ના આધારે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.


CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી વધુ એક યુવતીએ લગાવી છલાંગ


અમદાવાદ શહેરમાં આપઘાત કરવાની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં ભરચક ટ્રાફિક વાળા વિસ્તાર ગણાતા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી કૂદકો મારીને આપઘાત કરવાની ત્રીજી ઘટના બની છે. આજે 23 વર્ષિય યુવતીએ CTM બ્રિજ પરથી ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.