સુરતઃ સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કડોદરા શિવસાઈ સોસાયટીમાં 10 મહિના બાળક સાથે ચોંકાવનારી ઘટના બની છે. 10 માસનો બાળક ફુગ્ગાથી રમતા રમતા મોઢામાં ફસાયો હતો. ફુગ્ગો ગળામાં ફસાઈ જતાં તાત્કાલિક બાળકને 108 એમ્બયલેન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતને પગલે માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. જેને કારણે વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.
Vadodara: શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ, પોલીસે હાથ ધરી તપાસ
વડોદરાઃ કપુરાઈ ચોકડી પાસેના કાન્હા આઇકોનમાં રહેતો શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ થયો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ જોશી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરિબેન ગુમ થયા છે. મૂળ ભાવનગરના દુધાળા ના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે શિક્ષક પરિવાર સાથે ગુમ થતાં તેમના ઘરે તપાસ હાથ ધરી હતી.
ઘરમાંથી 10 પાનાની આપવીતી ભરી નોટ અને 4 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા છે. પોલીસની હાજરી માં રાહુલ નું ઘર ખોલાયું. રાહુલના ઘરમાંથી 10 પાનાની આપવીતી લખેલી નોટ મળી. કેટલાક વ્યક્તિને સજા અપાવવા માંગ કરાઇ. 10 પાનામાં કેટલાક લોકોના નામ સહિત આપવીતી જણાવી. પોલીસે નોટ ના આધારે તપાસ હાથ ધરી છે. ઘરમાંથી 4 મોબાઈલ મળી આવ્યા છે.
આ પહેલા રાહુલ જોશીનો પરિવાર પોલીસ મથકે પહોંચ્યો. આ પછી પોલીસ પરિવારને સાથે લઈ રાહુલના ઘરે પહોંચી હતી અને ઘરમાં તપાસ કરી હતી. રાહુલ જોશીના ભાઈ પ્રણવ જોશીએ નિવેદન આપ્યું હતું કે, 1 મહિના અગાઉ રાહુલ સાથે મારી વાત થઈ હતી. રાહુલ ક્યાં ક્યાં નોકરી કરે છે એવી કોઈ વાત થતી ન હતી. અમારો આખો પરિવાર રાહુલ ને શોધી રહ્યો છે. રાહુલની આર્થિક સ્થિતિ બગડી હતી તેવું પડોસીઓએ જણાવ્યું છે. રાહુલ જ્યાં હોય ત્યાં થી પરત ફરે તેવી વિનંતી.
મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારક હોટલ સંચાલક નિરવભાઈની પોલીસે પૂછપરછ કરી છે. રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી. રાહુલ જોશીના ભાઈ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ મથકે અરજી આપી. પોલીસે તપાસ હાથ ધરી છે.