સુરતઃ સેલ્ફી લેતા કાકરાપર ડેમ પરથી પગ લપસતા નહેરમા ખાબકેલા યુવકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.  કાકરાપાર ડેમ પર મિત્રો સાથે ફરવા આવેલા યુવકનું મોત નીપજ્યું છે. મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં કામરેજના વેલંજા ગામે રહેતા હિતેશભાઈ રબારી (ઉં.વ. 22) તેના મત્રો સાથે કાકરા પાર ડેમ ખાતે ફરવા આવ્યો હતો. કાકરાપાર ડેમ ઉપર મિત્રો ભેગા થઈ ફોટા પડાવતા હતા.


આ સમયે હિતેશભાઈ રબારી ડેમની પાળ પર ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે જ પગ લપસી જતાં ડેમના પાણીમાં પડી ગયા હતા. સાથે ફરવા આવેલા મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે, લોકો આવે તે પહેલા યુવક પાણીના પ્રવામાં તણાઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરતા  કાકરાપર અણુ મથકના તળાવ તથા આજુબાજુમાં ભારે શોધખોળ કર્યા બાદ ગઈ કાલે વાંકલા ગામની સીમમાં ટેકરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના વહેણમાંથી હિતેશભાઈની લાશ મળી આવી હતી. માંડવી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


સુરતઃ સુરતમાં  વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પાંડેસરાના વડોદ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદના રાજમાતા ચોકમાં પાણીપુરીની લારી ઉપર મજાક મસ્તી હત્યાનું કારણ બન્યું છે. રાહુલ ઠાકુર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે એક યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 


સુરતઃ કતારગામની સોસાયટીમાં મધરાત્રે શંકાશીલ પતિએ અલગ રહેતી પત્નીને ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને છાતી, પેટ અને પગમાં ગોળી મારી દેતા સારવાર માટે સિવિલ ખસેડાવામાં આવી હતી. પતિ-પત્નીના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે, પતિ વહેમીલો હોવાથી અને મારઝૂડ કરતો હોવાથી છેલ્લા 7 વર્ષથી પત્ની બાળકો સાથે અલગ રહેતી હતી. જ્યારે પતિ કર્ણાટક ખાતે રહતો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનાર ટીનાબેને 16 વર્ષ પહેલા કર્ણાટકના અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા જ સમયમાં પતિ વહેમીલો હોવાથી બંને વચ્ચે તકરાર થવા લાગી હતી. પતિ પત્ની પર વહેમ રાખીને મારાઝૂડ કરતો હતો. લગ્ન જીવન દરમિયાન મહિલાને બે બાળકો છે. અંતે કંટાળેલી મહિલા છેલ્લા 7 વર્ષથી પતિથી અલગ રહેતી હતી. 



મહિલાએ ફરિયાદ કરતાં ભરણપોષણનો હુકમ પણ થયો હતો. આ સાથે છૂટાછેડાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. જોકે, કોરોનામાં કોર્ટ બંધ રહેતી હોવાથી છૂટાછેડા થયા નથી. મૂળ રાજસ્થાનની રહેવાસી મહિલાને તેના બહેન-બનેવી અને અન્ય લોકો મદદ કરતા હતા. જેને પતિ અનૈતિક સંબંધ સાથે જોડી પત્નીને બ્લેમ કરતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પતિ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો છે.