સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ ખોલવડ ગામમાં માતાનો પ્રેમ ન મળતા 13 વર્ષીય સગીરે આપઘાત કરી લીધો છે. સુરતના કામરેજમાં બાવા સાથે માતા ચાલી જતા સગીર પુત્રે સુસાઈડ નોટ લખી ફાંસો ખાધો છે, જેમાં સગીરે એક બાવાનો ઉલ્લેખ કર્યો હતો. સગીરને બાવાએ કહ્યું હતું કે માતાને મળવું હોય તો તારા પપ્પાને કે મને કંઈ ના કરે, પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.


સુરતના ખોલવડ ગામમાં 13 વર્ષીય સગીરે સૂસાઇડ નોટ લખી આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 13 વર્ષીય સગીરના આપઘાત પાછળ માતાનો પ્રેમ ન મળતો હોવાનું અને માતાને મળવાની ઈચ્છા હોવાનું સામે આવ્યું છે. પપ્પા મારે તો મરવું ન હતું પણ શું કરવું. બાવાએ આજ મને કીધું તમે ગયા પછી, તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કે મને કઈ ના કરે. પછી મે વિચાર્યું કે શું કરવું, પછી મે વિચાર્યું કે આત્મહત્યા કરું.


સગીરે લખેલી સુસાઇડ નોટને આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.  દોઢ વર્ષ પહેલાં સગીરની માતા-પિતાને છૂટાછેડા આપી બાવા સાથે ચાલી ગઈ હતી. આપઘાત કરનાર સગીરની સુસાઇડ નોટમાં કોઈ બાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી. પોતાની માતાને મળવા માટેનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. માતાને મળવું હોય તો તારા પપ્પાને કે મને કાંઈ ના કરે. હાલ પોલીસ આ બાવો કોણ છે અને કયા છે એની તપાસ કરી રહી છે. ABP અસ્મિતાએ મૃતક બાળકના પિતા સાથે વાતચીત કરી હતી, જેમાં સમગ્ર ઘટના કઈ રીતે ઘટી તે જણાવ્યું હતું.


બાવો ઉર્ફે ઘનશ્યામ બોરડ મૃતક બાળકને મળી ધમકી આપતો હોવાનો પિતાનો આરોપ છે. મૃતકની માતાએ છૂટાછેડા લઈ સાધ્વી જીવન જીવવા નીકળી હતી. મૃતકની માતા બાવાના સંપર્કમાં આવી હતી. મૃતકની માતા ક્યાં છે તે બાવો ઘનશ્યામ જાણતો હશે. એટલે બાવાએ મૃતક બાળકને કહ્યું હશે કે માતા ને મળવું હોય તો પિતાને કહે કે મને કાઈ ન કરે તે મેળવી દેશે. બાળકે પણ સ્યુસાઇડ નોટ માં આજ ઉલ્લેખ કર્યો છે.


માતાના વિરહમાં 13 વર્ષીય બાળકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતક બાળક રાત્રે ઉઠી એક જ વાત કરતો માતાની યાદ આવે છે, માતાને મળવું છે. 13 વર્ષીય પાર્થ નામના સગીરે આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી પોલીસને સગીરના હાથે લખેલી સુસાઇડ નોટ મળી છે. સુસાઇડ નોટમાં સગીર દ્વારા કોઈ બાવાનો કરવામાં આવ્યો ઉલ્લેખ. પોતાની માતાને મળવા માટેનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ. દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી . હાલ પોલીસ આ બાવો કોણ છે અને ક્યાં છે એની કરી રહી છે તપાસ. સગીરની આત્મહત્યામાં બાવાની શુ ભૂમિકા તપાસનો વિષય.