સુરત:  સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા હતા. અડાજણ ગામના સર્કલ પાસે આવેલી સમર્થ મેડિકલ સ્ટોર્સમાંથી  ડ્રગ્સ વિભાગને સાથે રાખી પોલીસે દરોડા પાડ્યા હતા. આ સમયે નશાકારક સીરપ અને મેડિસિન મળી આવતા પોલીસે મેડિકલ સ્ટોરના સંચાલક સામે ગુનો નોંધ્યો છે.  ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં દવાનો જથ્થો મળી આવ્યો છે.  લોઢવા ગામની સીમમાંથી સરકારી દવાનો જથ્થો મળી આવતા, પ્રશાસન દોડતું થયું છે. 


સુરતમાં 60 ટન ગૌ-કાષ્ટ તૈયાર કરી પ્રગટાવવામાં આવશે વૈદિક હોળી


રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ,કારણ કે આ પર્યાવરણના લક્ષી છે અને બીજી બાજુ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે. પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાયે કરવામાં આવશે.


કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60 હજાર કિલો ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનું ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.


સુરત પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે 60 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છે જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે.  જોવા જઈએ તો જ્યારે લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે.