Surat News:  સુરતના પાલ ઉમરા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. બેફામ ગતિએ બાઇક અકસ્માત થતા બે યુવાનો બ્રિજ નીચે પટકાયા છે. બંને યુવાનો 15 ફૂટ નીચે પટકાયા હતા. યુવાનોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમાં બે પૈકી એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


સુરતના નાના વરાછા વિસ્તામાં વિધવા મહિલા સાથે છેતરપિંડી આચર્યાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહિલાના પતિનું વર્ષ 2005માં મૃત્યુ થયું હતું. એક વર્ષ પહેલાં તે સોશિયલ મીડિયા પર આશિષ પટેલ નામના શખ્શના સંપર્કમાં આવી હતી. આશિષ પટેલે લગ્નની લાલચ આપી લંડન લઈ જવાની વાતો કરી 12 લાખ, 15 હજાર રૂપિયા પડાવ્યા હતા.. જો કે, ત્યારબાદ સંપર્ક કાપી નાંખતા વિધવા મહિલાને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. જે બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે આશિષ પટેલ નામના શખ્શની ધરપકડ કરી છે.


ઉમરપાડાના જંગલમાંથી સુરતના યુવકની લાશ મળી આવી છે. સુરતના છાપરાભાઠાના શૈલેષ ચૌહાણની લાશ મળી આવી છે. યુવકની હત્યા થઈ હોવાની આશંકા છે. સ્થાનિકો દ્વારા ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે. યુવક જંગલ માં કઈ રીતે પહોંચ્યો એ તપાસનો વિષય છે. યુવકનું મોત કઈ રીતે થયું એ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે.


રાજ્યમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો છે. દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં 155 દિવસ બાદ કોરોનાના કેસ 100ને પાર થયા છે. નવા નોંધાયેલા 119 કેસોમાં એકલા અમદાવાદમાં સૌથી વધુ 63 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે.  સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 63 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે.  હાલમાં રાજ્યમાં 4 લોકો વેન્ટીલેટર છે અને 431 લોકો સ્ટેબલ છે. આજે કોરોનાને કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી.


કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે લોકોમાં ફરી એકવાર ગભરાટ વધી ગયો છે. ચાર મહિના પછી એક જ દિવસમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસોએ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો પર પંજો મારી દીધો છે. હકીકતમાં, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કોવિડ -19 સંબંધિત કેસોની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે દેશમાં H3N2 વાયરસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 6 રાજ્યોને સૂક્ષ્મ સ્તરે સ્થિતિ પર નજર રાખવા સૂચનાઓ જારી કરી છે.