સુરતઃ શહેરના પોશ વિસ્તાર એવા વેસુમાં ૩૩ વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પરણીતાના પરિવારજનોનો આરોપ છે કે, દીકરીને મારવામાં આવી. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા ચાર વર્ષથી મારી પુત્રીને દહેજમાં હેરાન-પરેશાન કરતા હતા. તેને કારણે મારી પુત્રીએ ગતરોજ ગળે ફાસો આપઘાત. પુત્રીના બે સંતાનો પણ છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે પરિવારો આમને-સામને થયાં.
આ સમગ્ર બાબતે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જ્યોતિ બેન ગોવિયા,વેસુ વાસ્તુગ્રામ રહેતા હતા. પતિ સાહિલ ગોવિયા પર અત્યાચારનો આરોપ લગાવોય ચે. 5 વર્ષ લગ્નને થયા છે. સંતાનોમાં 2 બાળકો છે. મૃતક જ્યોતિ M ટેક એન્જીનીયરીંગનો અભ્યાસ કરી ચુકી છે.
વડોદરામાં વાઘોડિયા તાલુકાના આશા - બાધરપુરી નાળા પાસે યુવાને ખાધો ફાંસોય અગમ્ય કારણોસર ઝાડની ડાળીએ દોરડાવડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ. અક્ષર ટાઊનશીપ, વાઘોડિયા ખાતે પરીવાર સાથે રહેતો હતો યુવાન. ચાર સંતાનના પિતાએ કરી આત્મહત્યા. ઘટના સ્થળેથી મરન જનારનુ બાઈક મળ્યું. સ્થાનિકોએ ઘટનાની વાઘોડિયા પોલીસને કરી જાણ. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Surat : યુવતીને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારનારા બે યુવકોને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
સુરત : પાંચ વર્ષ પહેલાં મહિલા પર બળાત્કારના ગુનામાં બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત બસ ડેપો પાસે બેસેલી મહિલાને અવાવરું જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા અમદાવાદથી સુરત આવી હતી. તબિયત ખરાબ હોવાથી ડેપો પાસે બેઠી હતી. છોટારામ કુશવાહ અને રામુસિંગ રાજપૂત મહિલાને વિશ્વાસમાં લઇ અવાવરું જગ્યા પર લઈ ગયા હતા.
ગાય ભેંસોના તબેલા પાસે લઈ જઈ બળાત્કાર કર્યો હતો. મહિલાને પેરાસીતામોલ અને અન્ય દવાઓ પીવડાવી સ્મીમેરમાં મૂકી ગયા હતા. સ્મિમેરના સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા હતા. કોર્ટે આરોપીઓને 20 વર્ષ કેદ અને 5 લાખ દંડની સજા ફટકારી હતી.