સુરતઃ ઉતરાયણને હજુ વાર છે પણ બાળકો અત્યારથી પતંગ ચગાવવા માંડ્યા છે ત્યારે સુરતમાં એક કરૂણ ઘટના બની છે. દરેક માતા-પિતા અને પતંગરસિકો માટે લાલબત્તી ધરતો બનાવ સામે આવ્યો છે. સુરતના અડાજણ-પાલ રોડ પરના એપાર્ટમેન્ટમાં છ વર્ષનો માસૂમ બાળક પાંચમાં માળની અગાસી પરથી પતંગ ચગાવતા નીચે પટકાતા મોતને ભેટ્યો હતો.


એગ્રીકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક હિરેન પટેલનો એકનો એક પુત્ર બહેન અને બીજા મિત્રો સાથે પતંગ ચગાવવા ધાબા પર ગયો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.   હિરેન પટેલે આ ઘટન અંગે રડતાં રડતાં  કહ્યું કે, મારો દીકરો તનયને પહેલી જ વાર પતંગ આપ્યા હતા ને પહેલ વરા પતંગ ચગાવવા ચડેલો પણ છ વર્ષના માસૂમ તનય સાથે બનેલી દુર્ઘટનાથી અમે તૂટી ગયા છીએ.  આ અંગે હિરેન પટેલે પત્નિને પણ જાણ નથી કરી. પત્નિ તૂટી જશે એ ડરે હિરેન પચેલ આખી રાત દીકરાના મૃતદેહ સાથે હોસ્પિટલમા બેસી રહ્યા હતા. પત્નિને દીકરો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે એવું કહેવાયું હતું.  


હિરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે, તનય પહેલા ધોરણમાં ભણતો હતો અને અમે રહીએ ચીએ તે  નીલકંઠ એવન્યુના ધાબા પર તેની વયના મિત્રો સાથે રોજ રમવા જતો હતો. તેની મોટી બહેન પણ સાથે જ રહેતી હતી. ગુરૂવારે સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ કરતાં માતાએ પતંગ લાવી આપ્યા હતા. બહેન અને બીજા મિત્રો સાથે જ તનય પચંગ ચગાવવા ગયો હતો પણ અચાનક નીચે પટકાયો હતો.  તનય પટકાતા અચાનક બૂમાબૂમ અને ચિચયારીઓ થતાં લોકો ભેગા થઈ ગયા હતા.હિરેન પટેલનાંપત્નીએ દોડીને જોયું તો તનય અગાસી પરથી લગભગ 60-70 ફૂટ નીચે પટકાયો હતો. તેને માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક દોડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાયો હતો.


પત્નીને તો એમ જ છે કે, તનય હોસ્પિટલમાં દાખલ છે અને સાજો છે. હિરેન ભાઈ  આખી રાત દીકરાના મૃતદેહ સાથે બેસી રહ્યા હતા. હિરેનભાઈ  એગ્રીકલ્ચર કોલેજ (ઘોડદોડ રોડ, સુરત)માં મદદનીશ પ્રાધ્યાપક છે.