Surat: સુરતના કામરેજમાં યુવકને રિલ્સનો શોખ ભારે પડ્યો હતો. મળતી જાણકારી અનુસાર,શહેરના કામરેજના માહિર દાણીયા ઉર્ફે માયાભાઈ નામના વ્યકિતએ પુષ્પા બની રિલ બનાવી હતી. તેણે હાથમાં ખુલ્લી તલવાર અને હાથમાં બંદૂક સાથે રિલ્સ બનાવી સોશલ મીડિયામાં અપલોડ કરી હતી.


આ રીલ્સ સાથે માહિર લોકો પર રૌફ જમાવતો હતો. માહિરની આ રિલ્સ વાયરલ થતા કામરેજ પોલીસ એકશનમાં આવી હતી. પોલીસે યુવકની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. એટલું જ નહી પુષ્પા બની રિલ્સ બનાવનારા માહિર દાણીયા પાસે જાહેરમાં માફી મંગાવી તેનો વીડિયો પણ પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.  


રિલ્સમાં માહિરે હથિયાર સાથે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જોકે રિલ્સ વાયરલ થતા કામરેજ પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ કરતા યુવક કામરેજ તાલુકાના કઠોર ગામનો માહેર દાણિયા ઉર્ફે માયા ભાઈ નામનો યુવક હોવાનું સામે આવતા કામરેજ પોલીસે તરત યુવકની અટકાયત કરી હતી. બાદમાં યુવક ફરીવાર આવું નહિ કરે માટે યુવકને સમજ આપવામાં આવી હતી તેમજ યુવકનો માફી માંગતો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.


આજકાલ લોકોને ફોનનો એટલો બધો ચસ્કો લાગી ગયો છે કે રીલ્સ અને શૉર્ટ્સ બનાવામાં મોટાભાગનો સમયે ખર્ચી નાંખે છે. લોકોને આજકાલ ઊંઘ ન આવવી, માથાનો દુખાવો, માઈગ્રેન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે સૂતા હોવ તો તમને રીલ સપના આવે છે. આ રીલ જોવાની આદત એવી નથી કે તે માત્ર યુવાનોમાં હોય છે, પરંતુ તે 10 વર્ષથી 55 વર્ષના લોકોમાં પણ આ જોવા મળી રહ્યું છે. જેના કારણે માનસિક બિમારી દિનપ્રતિદિન વધી રહી છે.


રીલ્સ જોવાથી થશે ખતરનાક નુકશાન - 
શરૂઆતી તપાસમાં આવા દર્દીઓએ સ્વીકાર્યું છે કે, તેઓ લગભગ દોઢ વર્ષથી રીલ્સ જોઈ રહ્યા છે. જેમાં તે સવારે ઉઠતાની સાથે જ રીલ જોવાનું શરૂ કરે છે અને અડધી રાત સુધી રીલ્સ જોયા કરે છે. બીજીબાજુ કેટલાક લોકોએ એવુ પણ સ્વીકાર્યું છે કે તેઓ વૉટ્સએપ પર શેર કરવામાં આવતી રીલ્સ જોવાનું પસંદ કરે છે. જો તેમને રીલ્સ ના દેખાય તો તેમને માથાનો દુઃખાવો શરૂ થઇ જાય છે. તો વળી કેટલાક લોકોને પોતાનો કામ ધંધો છોડીને રીલ્સ જોવાનું પસંદ છે, આવા લોકો રીલ્સથી પીડિત છે. તેમનું માનસિક સંતુલન પણ બગડી શકે છે.