Live Update : AAP છોડનારા સવાણીને પક્ષમાં પાછા લાવવા સુરતના આપના કોર્પોરેટરોની અનશનની જાહેરાત
આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમે મહેશ સવાણીની મુલાકાત લીધી હતી. AAP સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમજ સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીનાં નેતૃત્વમાં કોર્પોરેટરો મુલાકાત કરી હતી.
મહેશ સવાણીની ઓફિસમાં પોલીટિકલ ડ્રામા
આપના કાર્પોરેટરોની નિર્ણય પાછો ન ખેંચે ત્યા સુધી ઉપવાસ પર બેસવાની હઠ
મહેશ સવાણીએ પોતાની તબિયતને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો હોવાનું કર્યું રટણ. તેઓ આપના કોર્પોરેટરોને મનાવશે.
બ્રેકગ્રાઉન્ડ
સુરતઃ આમ આદમી પાર્ટી છોડ્યા પછી મહેશ સવાણીને સુરત ખાતે શહેર કોર્પોરેશનના સભ્યો મળવા પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમે મહેશ સવાણીની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમજ સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીનાં નેતૃત્વમાં કોર્પોરેટરો મુલાકાત કરી હતી.
આ સમયે આપની કોર્પોરેટર યુવતીઓ રડી પડી હતી અને પક્ષ ન છોડવા વિનંતી કરી હતી. આ સમયે એક કોર્પોરેટર તો તેમના પગે પડી ગયા હતા અને પક્ષ ન છોડવા આજીજી કરી હતી.
કોર્પોરેટર રચના હિરપરા, વિપુલ સુહાગીયા, પાયલ સાકરિયા, શોભના કેવડીયા, મોનાલી હિરપરા, અશોક ધામી સહિતની કાર્યકર્તાઓની ટીમ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીને મળ્યા હતા. આમ આદમી પાર્ટી ન છોડવા માટે રજૂઆત કરી હતી. સૌ સાથે મળીને પરિવર્તનની લડાઈ લડવાની હાંકલ કરવા માટે આમ આદમી પાર્ટી કાર્યકર્તા ટીમ મહેશ સવાણીને મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -