સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. સુરત કોર્પોરેશનમાં તો આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લોકોની સમસ્યાને લઈને કામ કરતાં જોવા મળી રહ્યા છે. સુરતમાં આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ પાલિકા અધિકારીને ચીમકી આપી છે.
મકાનના બાંધકામમાં અધિકારી સામે તોડબાજીના આક્ષેપો લગાવાયા છે. પાલિકા અધિકારીઓ સામે બાંધકામમાં ઉધરાણી કરતા પગલાં લેવાની ચીમકી આપી છે. મકાનમાં 1 ઈંચ પણ બાંધકામ વધારે ન હોવા છતાં નોટિસ આપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે. નોટીસ મળ્યાની જાણ થતાં આપના કોર્પોરેટરે ધરે જઈ તપાસ કરી હતી.
નોટીસના નામે ઉધરાણી કરતા અધિકારી સામે પગલાં લેવાશે, તેમ તેમણે જણાવ્યું હતું. મકાન તોડવાની કામગીરી પહેલા પોતાના પર બુલડોઝર ફેરવવાની આપી આપના કોર્પોરેટરે ચીમકી ઉચ્ચારી હતી.
Surat : આપના કોર્પોરેટરે કોર્પોરેશનના અધિકારીને શું આપી ચિમકી? કયા મુદ્દે તોડબાજીનો છે આક્ષેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2021 02:53 PM (IST)
સુરતમાં આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ પાલિકા અધિકારીને ચીમકી આપી છે.

તસવીરઃ સુરતના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -