Surat:  રાજકોટ, ધોરાજી બાદ સુરતમાંથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટના માલિયાસણ નજીકથી 1.4 કિલોના ગાંજા સાથે હરેશ ગોસાઈ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. ટુ વ્હીલર ઉપર ગાંજાના જથ્થાની હેરાફેરી કરતો હોવાનું અને ચોટીલા પંથકમાંથી ગાંજો લાવતો હોવાનું ખૂલ્યું હતું


બીજી તરફ સુરતમાં ઓલપાડના સાયણ એવરવિલામાંથી ગાંજો ઝડપાયો હતો. SOG પોલીસે રેડ કરી 787.226 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો અને પોલીસે ટ્રક ચાલક સહિત સંડોવાયેલા 3 આરોપીને વૉન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટ્રક, મોબાઈલ, 78 લાખ રૂપિયાનો ગાંજાના જથ્થો સહિત 88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


ગઈકાલે રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામેથી ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું હતું. દુદાભાઈ સગારકા નામના શખ્સે ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતું. તો તાપીમાં ડોલવણ તાલુકાના ધાંગધર ગામે રેડ કરી આરોપીના ઘરની પાછળ આવેલ ખેતરમાંથી ગાંજાના ચાર છોડ ઝડપી લીધા હતા અને એક આરોપીને કુલ 73 હજારના મુદ્દામાલ સાથે ઝડપી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.


નોંધનીય છે કે ગયા મહિને પણ બનાસકાંઠામાંથી એક કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કાકરેજના વડા ગામે  SOGએ મોટી કાર્યવાહી કરતા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો. અહી ત્રણ વિઘા જમીનમાં એરંડાના પાકન આડમાં અંદાજિત 1 કરોડની કિંમત જેટલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ SOGએ અંદાજીત લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. બીજી તરફ 17 ઓકટોબરે ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ  હતું , આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. કચ્છના ગાંધીધામમાં એટીએસ પોલીસે 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ પકડ્યુ હતું,  આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ 800 કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા, હાલમાં એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની પુછપરછ કરી હતી.