કોંગ્રેસે વિધાનસભામાં મચાવેલા હોબાળા મુદ્દે એબીપી અસ્મિતાએ રાજ્યના વાલીઓ સાથે વાત કરી હતી. સુરતના વાલીઓએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સ્કૂલ ફીને લઈ થઈ રહેલી રાજનીતિનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજનીતિ બંધ કરો, વાલીઓને લાભ આપો. ધંધો-રોજગાર ચાલતા નથી ને નેતાઓ રાજનીતિ કરે છે. વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી નિર્ણય લો.
આ અંગે રાજકોટના વાલીઓએ કહ્યું ફી મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. ભાજપ-કોંગ્રેસ વાલીઓનું વિચારે. કોંગ્રેસને હવે કેમ વાલીઓ યાદ આવ્યાં, તેવો સવાલ પણ વાલીઓએ ઉઠાવ્યો હતો. અત્યાર સુંધી કોંગ્રેસના નેતાઓ ક્યાં ગયા હતા. ફી ના મુદ્દે સરકાર વાલીઓનું વિચારે, તેમ વાલીઓએ કહ્યું હતું. હાલમાં ધંધા રોજગાર નથી તો ફી કેવી રીતે ભરવી, તેવી વેદના પણ તેમણે વ્યક્ત કરી હતી.