ગુજરાતની કઈ નગરપાલિકાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગેરકાયદે દબાણ તોડી પાડ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Sep 2020 04:53 PM (IST)
વલસાડ નગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. પાલિકા દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ગેરકાયદેસર શેડ તોડી પાડવામાં આવ્યા હતા.
વલસાડઃ વલસાડ નગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. પાલિકા દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ગેરકાયદેસર શેડ તોડી પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસના જિલ્લા કાર્યાલયની બહાર આવેલ શેડ અને અન્ય બાંધકામ જેસીબીથી તોડી પડાયું હતું. પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામને લઈને મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. બે દિવસમાં ગેરકાયદેસર બાંધકામ સ્વૈચ્છિક દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરાઈ હતી. બે દિવસ બાદ પણ બાંધકામ દૂર ન થતા પાલિકા દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.