Surat: સુરતમાં જાહેરમાં જન્મદિવસની  ઉજવણી કરવી જાણે એક પ્રસંગ બનતી હોય તેવું લાગી રહ્યું છે યુવાનો દ્વારા સતત જાહેરમાં અને તેમાં પણ ઘાતક હથિયારો વડે જન્મદિવસની કેક આપવાની પ્રથા ચાલી રહી છે. સુરતમાં ફરી એક વાર કાયદો અને વ્યવસ્થાની સ્થતિ કથળી છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. જાહેરમાં તલવાર વડે કેક કાપવામાં આવી હોવાનો વધુ એક વીડિયો હાલ વાયરલ થયો છે. બાપુ આહીર નામનો શખ્સ હાથમાં ચપ્પુ અને બંદૂક જેવું હથિયાર લઈને ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યો છે. વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.




થોડા દિવસો પહેલા પણ સુરતમાં તલવાર વડે જાહેરમાં કેક  કાપતો વીડિયો  વાયરલ  થતા ડીંડોલી પોલીસ ઉંધતી  ઝડપાઇ હતી. બાદમાં વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી બે આરોપીની  અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવા લોકો વિરુદ્ધ સુરત પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કડકમાં કડક કરી છે તે છતાં લોકો સુધરતા નથી ત્યારે ડિંડોલી વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની કેક તલવાર અને રેમ્બો ચલાવે આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ મામલે શરૂ કરી કાર્યવાહી કરી હતી. જોકે આવા લોકો આ પ્રકારના કૃત્ય ન કરે તે  માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા જાહેરમાં તલવાર વડે  કેક કાપનાર સામે  પોલીસ કમિશનર દ્વારા કેટલાક લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તે છતાં પણ લોકો આ પ્રકારે કેક કાપીને જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરતા હોય છે.