Surat: સુરત બેંક ઓફ મહારાષ્ટ્ર લૂંટ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, જાણો આરોપીઓને ક્યાંથી ઝડપી લીધા 

સુરતના વાંજ ગામમાં બેંકમાં થયેલી ચોરી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં  લૂંટની ઘટના બની હતી.

Continues below advertisement

સુરત: સુરતના વાંજ ગામમાં બેંકમાં થયેલી ચોરી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં  લૂંટની ઘટના બની હતી. બેંકમાં થયેલી આ લૂંટની ઘટનાને લઈ સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી.  ક્રાઇમ બ્રાંચે  આ લૂંટ કેસમાં ચાર લૂંટારુઓ ને ઉત્તરપ્રદેશના લખનઉથી ઝડપી પાડ્યા છે.  13.90 લાખમાંથી એક લાખ રૂપિયા જેટલી જ રોકડ  કબજે કરવામાં આવી છે. જ્યારે અન્ય લૂંટારુઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.   પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 

Continues below advertisement

અગાઉ પણ સુરતમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો

ટેક્નિકલ સર્વેલન્સના આધારે તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.  લૂંટ બાદ પેહલા પલસાણા સંબંધીને ત્યાં રોકાયા હતા. મુખ્ય આરોપી વિપિન સીંગ ઠાકુર પર 32 જેટલા ગુના નોંધાયેલા છે. અગાઉ પણ સુરતમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો.  ચલથાણ તેમજ વીઆઈપી રોડના જવેલર્સમાં પણ લૂંટ કરવાના હતા.  

બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી

સુરત શહેરમાં સચિન વિસ્તાર ખાતે આવેલા વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી.  લૂંટારાઓ બે બાઈક પર આવ્યા હતા. આ  બાઈક ચોરીની હતી. લૂંટ કરવાના ઇરાદે આવેલા લૂંટારાઓ પહેલા ચોરીની બાઈક લઈ અને ત્યારબાદ બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી ગયા હતા. પાંડેસરા ખાતે આ બાઈક મૂકી રીક્ષાથી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.  બેંકની અંદર લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સચિનના વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ શહેર તરફ ભાગ્યા હતા. આરોપી લૂંટ કરી પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આ બાઈક મૂકી રિક્ષામાં જતા રહ્યા હતા. ત્યારબાદ રેલ્વે સ્ટેશન પાસે પાંચમાંથી ત્રણ લૂંટરુઓ સીસીટીવીમાં કેદ થયા હતા. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ  પોતાના કપડા પણ બદલી નાખ્યા હતા. 

સચિનના વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં બનેલી લૂંટની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું છે કે બેંકના એક પણ કર્મચારીઓએ લૂંટની ઘટના દરમિયાન પ્રતિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. તમામ કર્મચારીઓ લૂંટારાઓ સામે સરેન્ડર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો. બેંકની અંદર હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા. જેથી પોલીસને અનુમાન હતું કે લૂંટારા હિન્દી ભાષી છે. યુપી કે બિહારના વતની હોવાના આધારે પણ પોલીસે તપાસ કરી હતી. ત્યારે હવે આ લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 

આરોપી પર અંદાજે 30થી વધુ ગુનાઓ

સુરત પોલીસે ઉત્તરપ્રદેશના લખનઉથી ચાર  આરોપીઓને ઝડપી લીધા છે. આ ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત પ્રવૃતિ ધરાવતા હતા. મુખ્ય આરોપી પર અંદાજે 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. બેંકમાં લૂંટના કેસમાં પોલીસે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.  મુખ્ય આરોપી પહેલા સુરતમાં સાડીનો વેપાર કરતો હતો. પાંચમાંથી ચાર લૂંટારુઓેને  ઝડપી લેવામાં આવ્યા છે.  સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમને 1 લાખ રુપિયાનું ઇનામ આપવામાં આવશે.  

હથિયાર બતાવી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો 

હેલ્મેટ અને મોઢે બુકાની બાંધીને આવેલા પાંચ લૂંટારુઓએ બેંકના ડેપ્યુટી મેનેજર, કેશિયર, પ્યુન અને સફાઈ કર્મચારીને  હથિયાર બતાવીને અને ડરાવીને બાથરૂમમાં ગોંધી રાખ્યા હતા. એટલું જ નહીં ડ્રોવરમાંથી કેસ અને સેફ લોકરમાંથી મળી કુલ આશરે 14 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. 

 

Continues below advertisement
Sponsored Links by Taboola