સુરત: સુરતના ઈ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડ ચાલુ ન થતા બેટરી કાઢીને દુકાનમાં મૂકી દીધી હતી. દુકાનમાં મૂક્યા બાદ અચાનક બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. દુકાનમાં મુકેલી આ બેટરીમાં એક બાદ એક બ્લાસ્ટ થતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કિરાણા સ્ટોરમાં એકબાદ એક ધડાકા થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
આ અંગની જાણ થતાં ફાયરની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી બ્લાસ્ટ થતાં મોટાભાગની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. તો આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ
રબીમાં સગીરાને ખોટું નામ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવકે અશોક નામ આપી યુવતી સાથે પાંચ વર્ષ પહેલા વાતચીત શરુ કરી હતી. બાદમાં ઈન્દિરાનગર વિસ્તારમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને માતા અને ભાઈને પણ મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અવનારવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાદમાં યુવતીને ખબર પડી કે યુવકનું નામ આશીફ મામદભાઈ મકરાણી છે. જેને લઈ યુવતીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઝારખંડમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પતિએ પત્નીના ટુકડા કરીને ફેંકી દીધા
ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. કેસની વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, મૃતક તેની બીજી પત્ની હતી." પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો. આરોપી મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.