ઉમરપાડા: મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે ઉમરપાડા તાલુકા ખાતે શ્રી એક્શન યુવા ગ્રુપ અને નહેરુ યુવા ગ્રુપ કેન્દ્ર દ્વારા રક્ત દાન શિબિરનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. કેમ્પમાં 104 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.


સરદાર હોસ્પિટલ બ્લડ બેન્ક અને આઈએમ હ્યુમન ગ્રુપના સહયોગથી ઉમરપાડાની રેન્જ ફોરેસ્ટ ઓફિસ, વિશ્રામ ગૃહ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં 104 યુવાનોએ રક્ત દાન કર્યું હતું. જેમાં ઉમરપાડા, માંગરોળ અને માંડવી તાલુકાના યુવાનોએ રક્તદાન કર્યું હતું.


એક્શ યુવા ગ્રુપ-બ્લડ ડોનેટ સેતુના વિજય વસાવા, દિનેશ વસાવા, નિતેશ વસવા સહિત તેમની ટીમ દ્વારા પ્રથમ વખત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર કાર્યક્રમમાં ઉમરપાડાના આર.એફ.ઓ અનિલભાઈ પટેલ, રેન્જ આર.એફ.ઓ બી.પી. વસાવા સહિત પોલીસ સ્ટાફ, ઉમરપાડા આરોગ્ય ટીમ ઉપસ્થિત રહ્યાં હતા.