Crime News: હાલ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થવા સામાન્ય છે પરંતુ કયારેક વાત વધુ પડતી વણસી જતાં અલગ રહેતા હોય છે. જેનો કેટલાક લોકો ગેરલાભ ઉઠવતાં હોય છે. આવો જ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. પતિ સાથે અણબનાવ થતાં અલગ રહેતી 29 વર્ષીય યુવતીને બનેવીએ પતિ સાથે સમાધાન કરાવવાની લાલચ આપીને કારમાં જ શરીર સુખ માણ્યું હતું. એક વર્ષ સુધી બનેવી સાળીનું શોષણ કરતો રહ્યો હતો.


શું છે મામલો


સુરતના મોટા વરાછામાં અબ્રામા રોડ પર રહેતી 29 વર્ષીય પરિણીતાને પતિ સાથે અણબનાવ હતો. જેથી દંપત્તિ અલગ રહેતું હતું. બંને વચ્ચે સમાધાન કરાવી આપવાના બહાને શેરદલાલનું કામ કરતાં જીજાજીએ સાળીને વિશ્વાસ લીધી હતી. જે બાદ અલગ-અલગ જગ્યાએ લઇ જતો અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હતો.


પોલીસ ફરિયાદ થતાં જ થઈ ગયો ફરાર


પતિ સાથે સમાધાનના નામે યૌનશોષણનો ભોગ બનેલી યુવતીનું બીજી રીત પતિ સાથે સમાધાન થઈ જતાં જીજાજીની હરકતનો ખ્યાલ આવ્યો હતો. પોતાને સમાધાનના નામ ભ્રમમમાં રાખી શરીર સંબંધ બનાવનાર બનેવી સામે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શેરદલાલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરતાં તે ફરાર થઈ ગયો હતો.


16 વર્ષની છોકરીને ડોક્ટર રૂમ પર લઈ ગયો ને બાંધ્યા શરીર સંબંધ, વાપી લઈ જઈ ફ્રેન્ડ સાથે પણ શરીર સુખ માણવાની પાડી ફરજ ને..........


ગુજરાતમાં સગીરાઓ પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે. ક્યાંક સાવકો બાપ જ દીકરી પર દુષ્કર્મ ગુજારે છે તો ક્યાંક પરિચિતો જ શિકાર બનાવે છે. આ દરમિયાન કપરાડાની એક ગામની તરૂણીને સારવાર આપવાના બહાને રૂમમાં લઈને દુષ્કર્મ આચરનારા તબીબની જામની અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હતી.


કપરાડાની રેફરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડો, ગજેન્દ્ર રોહીન સ્વાનશી ત્યાં જ રૂમ રાખીને રહે છે. કપરડા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા બીમાર પડતાં તેને અહીં સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં દીકરીની ઉંમરની સગીરા પર તબીબે નજર બગાડી હતી. તેને સારવારની વાતોમાં ભોળવીને રૂમ પર બોલાવી હતી અને ત્યાં અસલી ચહેરો બતાવી દુષ્કર્મ આચર્યુ હતું. આટલું ઓછું હોય તેમ તેણે સગીરાને દબાણમાં લાવી વાપી ખાતે રહેતા તેના પરપ્રાંતીય મિત્રા સાશે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હતી. જે બાદ એક વખત બંને હવસખોરોએ એકસાથે તરૂણીને ભોગવી હતી.


આ અંગે તબીબ અને તેના મિત્ર સાથે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. હાલ જેલવાસ ભોગવી રહેલા તબીબની ચાર્જશીટ રજૂ થયા બાદ સ્પેશિયલ કોર્ટે જામીન પર મુક્ત થવાની અરજી નામંજૂર કરી હતી.