Surat Corona Cases: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, જોકે તેમ છતાં સુરતમાં ત્રીજી લહેરમાં કોરોનાની ગંભીર સ્વરૃપ ધારણ સાથે મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. સુરત સિટીમાં શનિવારે ઉધનાનો આધેડ અને નાનપુરાના વૃધ્ધા તથા જીલ્લામાં માંગરોળના યુવાન મળી કુલ ત્રણ વ્યકિતઓ કોરોનામાં મોતને ભેટયા હતા. જ્યારે સિટીમાં શુક્રવાર અને શનિવારના 5201 અને જીલ્લામાં 555 દર્દી મળી કુલ 5756 કેસ નોંધાયા છે. જયારે સિટીમાં 2140 અને જીલ્લામાં 251મળી કુલ 2391 દર્દીને રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સિટીમાં ઉધનામાં રહેતા કોરોના સંક્રમિત 45વર્ષીય આધેડ અને નાનપુરામાં રહેતા ૭75 વર્ષીય વૃધ્ધાનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. જયારે વૃધ્ધાને, બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની બિમારી હતી.અને ઉધના આધેડ દારૃ પીવાની લત હતી. જયારે જીલ્લાના માંગરોળમાં રહેતો 28 વર્ષીય યુવાનનું મોત થયુ હતુ. સિટીમાં શુક્રવાર અને શનિવારે સૌથી વધુ રાંદેરમાં 1170, અઠવામાં 883, કતારગામમાં706,લિંબાયતમાં 690,વરાછા એમાં 644,વરાછા બીમાં 428, સેન્ટ્રલમાં291, ઉધના એમાં 300, ઉધના બી ઝોનમાં 89, કેસ નોંધાયા છે. બે દિવસમાં 128 વિદ્યાર્થી ,7શિક્ષકો, પ્રિન્સીપાલ, 11 ડોકટરો, ત્રણ નર્સિગ સ્ટાફ, 3 લેબ ટેકનીસીયન, 66 ધંધાર્થી, ડુમસના પી.એસ.આઇ, ટ્રાફિક પોલીસ, ઉધના આર.પી.એફ, એસ.વી.એન.આઇ.ટીના પ્રોફેસર, 43 બેન્કકર્મી, છ દુકાનદાર, 38 હીરા વર્કર તથા હીરા સાથે સંકળાયેલા 44 અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 32 વ્યકિતનો સમાવેશ થાય છે. કોરોના સંક્રમિત થયેલા 2907 વ્યકિતઓએ વેકસીનના બંને ડોઝ લીધા હતા.
અત્યાર સુધીમાં કુલ કેટલા કેસ
અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ 133,896 છે. જેમાં 1635 વ્યકિત મોતને ભેટયા છે. જયારે જીલ્લામાં બે દિવસમાં નવા ૫૫૫ સાથે કુલ 34,143 કેસ પૈકી કુલ 492નાં મોત થયા છે. સિટી અને જીલ્લામાં મળીને કુલ 168,039 કેસ છે. જેમાં કુલ મૃત્યુઆંક 2127 છે. સિટીમાં બે દિવસમાં 2140 સાથે 115,500 અને ગ્રામ્યમાં 251 સાથે 32,323 મળીને કુલ 147,823 દર્દીઓ સાજા થયા છે. બે દિવસમાં કોરોનામાં ગંભીર હાલતના નવી સિવિલમાં 42 અને સ્મીમેરમાં 30 દર્દી સારવાર હેઠળ છે.