Surat: ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)થી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રેકોર્ડ નવા કેસ નોંધાઇ રહ્યા છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૨,૧૯૦ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના ૨ હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક (Gujarat Corona Cases) હવે ૨,૯૬,૩૨૦ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૭૯ છે. રાજ્યમાં હાલ ૧૦,૧૩૪ એક્ટિવ કેસ છે જ્યારે ૮૩ દર્દી વેન્ટિલેટર પર છે.  રાજ્યમાં ૨૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૦ હજારને પાર થયો છે. રાજ્યમાં કોરોનાથી અમદાવાદ અને સુરતની હાલત ચિંતાજનક છે.


સુરતમાં બે દિવસમાં 1100થી વધુ કેસ


સુરતમાં સતત છઠ્ઠા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા બે જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 1100થી વધારે નવા કેસ નોંધાયા છે.


શુક્રવાર, 26 માર્ચે 609


ગુરુવાર, 25 માર્ચે, 501


બુધવાર, 24 માર્ચે 480


મંગળવાર, 23 માર્ચે 476


સોમવાર, 22 માર્ચે 429


રવિવાર, 21 માર્ચે 405


શનિવાર, 20 માર્ચે 381


સુરતમાં કોરોનાથી ૧ હજારના મૃત્યુ


સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧,૦૦૦-વડોદરામાં ૨૪૫-રાજકોટમાં ૨૦૪ના કોરોનાથી મૃત્યુ થયા છે.


સુરતમાં શું છે કોરોનાનું ચિત્ર


સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો છે. શુક્રવારે સુરત સિટીમાં કોરોનામાં વધુ ચારના મોત થયા હતા. શુક્રવારે સિટીમાં નવા 609 અને જીલ્લામાં 136 મળી કોરોનાનોં કુલઆંક 745 થયો છે. શહેરમાંથી વધુ 422 અને ગ્રામ્યમાંથી 32 મળી 454 દર્દીને રજા અપાઇ હતી. સિટીમાં કુલ કેસ 47,248 અને  મૃત્યુઆંક 874 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,347 મૃત્યુઆંક ૨૮૭  છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 61,895 અને મૃત્યુઆંક 1161 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 43,968અને ગ્રામ્યમાં 13,096 મળીને કુલ 56,064 થયો છે.