સુરત: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં રોકેટ ગતિએ વધારો થયો છે.  કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ શહેર બાદ સુરત શહેરમાં પણ નાઈટ કર્ફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે. સુરત શહેરમાં શુક્રવારથી રાત્રીના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. 


કોરોના સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકાએ  હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોને આદેશ કર્યો છે કે  ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ પાસે RTPCR ટેસ્ટ નેગેટીવ રિપોર્ટ ફરજિયાત લેવાનો રહેશે.  સુરતમાં ગુજરાત બહારના મુલાકાતીઓને RTPCR નેગેટિવ રિપોર્ટ વગર હોટેલ્સ ગેસ્ટ હાઉસ માં રોકાણ નહી મળે.  અમદાવાદ શહેરની જેમ સુરતમાં પણ નાઇટ કફર્યુ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે.  આગામી શનિવાર અને રવિવારના રોજ મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 



રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 324, અમદાવાદ કોર્પોરેશનમાં 298, વડોદરા કોર્પોરેશનમાં 111,  રાજકોટ  કોર્પોરેશનમાં 98, સુરતમાં 71,જામનગર કોર્પોરેશન -38, ખેડા-25, પંચમહાલ-25,  ભાવનગર કોર્પોરેશન-24, દાહોદ 18, મહેસાણા 18, વડોદરા 18, આણંદ 15, કચ્છ 15, રાજકોટ 15,  ગાંધીનગર કોર્પોરેશન-14, ભરૂચ 13, મહિસાગર 13, નર્મદા 13, સાબરકાંઠા 13,  ગાંધીનગર-10, જામનગરમાં 10, અમરેલી 8, ભાવનગરમાં 8,  પાટણ 7, અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6  કેસ નોંધાયા હતા.