સુરતઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.  આજે રાજ્યમાં 1158 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3587 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,209  એક્ટિવ કેસ છે, જ્યારે 1,35,127 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,127 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,53,923 પર પહોંચી છે.

સુરતનું કેવું છે ચિત્ર

આજે સુરત કોર્પોરેશનમાં 3 લોકોને કોરોના ભરખી ગયો હતો. જ્યારે સુરત કોર્પોરેશનમાં 169 અને સુરતમાં 79 મળી કુલ 248 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત કોર્પોરેશનમાં 181 અને સુરતમાં 106 મળી કુલ 287 લોકો ડિસ્ચાર્જ થયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1375 દર્દી સાજા થયા હતા અને 50993  ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 51,14,677  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.79 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,82,247 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,81,949 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 298 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.