સુરતઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 112 કેસ નોંધાયા છે જ્યારે ૩ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 305 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી,જે પૈકી એક સમયે કોરોનાના હોટ સ્પોટ બનેલા સુરતમાં સૌથી વધુ 103 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3678 છે. જે પૈકી 21 દર્દી વેન્ટીલેટર પર છે.
આ ત્રણ શહેરમાં જ નોંધાયા કુલ કેસના 58 ટકા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 24, વડોદરા કોર્પોરેશનમા 14 અને વડોદરામાં 7 મળી 21 તથા સુરત કોર્પોરેશનમાં 13 અને સુરતમાં 7 મળી કુલ 20 કેસ નોંધાયા હતા. આમ આ ત્રણેય શહેરમાં 65 કેસ નોંધાયા હતા. જે આજે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના 58 ટકા થાય છે. અમદાવાદ કોર્પોરેશમાંથી 45, વડોદરા કોર્પોરેશનમાંથી 12, સુરત કોર્પોરેશનમાંથી 103, સુરતમાંથી 11 અને વડોદરામાંથી 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. મહેસાણામાંથી 36, દેવભૂમિ દ્વારકામાં 12, જામનગર કોર્પોરેશનમાંથી 10 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
આ જીલ્લામાં એક પણ ન થયા ડિસ્ચાર્જ
કચ્છ, આણંદ, ભરૂચ, ભાવનગર, તાપી, અમદાવાદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા, પાટણમાંથી એક પણ વ્યક્તિ ડિસ્ચાર્જ થયા નહોતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરત અને વડોદરામાં 7-7 કેસ, નવસારી અને વલસાડમાં 4-4 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 3-3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જાનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢ તથા જુનાગઢ કોર્પોરેશનમાં 2-2 કેસ, ખેડામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરમાં 1 તથા ભાવનગરમાં 1 મળી કુલ 3 દર્દીના કોરોનાથી નિધન થયા હતા.
આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ
અમદાવાદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર, મોરબી, નર્મદા, પાટણ, સાબરકાંઠામાં એક પણ કેસ નોંધાયો નહોતો.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3678 છે. જેમાંથી હાલ 3666 લોકો સ્ટેબલ છે. 21 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,09,506 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10,051 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 98.33 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,40,985 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,46,38,142 પર પહોંચ્યો છે.