સુરતઃ  નવી સિવિલ (Surat News Civil hospital) કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી ગુમ થવાના મામલો ચોંકાવનારી વિગતો સામે આવી છે. પિતા ગુમ થયાની ફરિયાદ કરનાર પુત્રને પિતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મળ્યો છે. નવી સિવિલ હોસ્પિટલનો અંધેર વહીવટ સામે આવ્યો છે. 


12 મી એપ્રિલના રોજ મોત થયું છતાં 22 એપ્રિલ સુધી જીવિત હોવાનું અપડેટ કરાયું હતું. પુત્રને 20 દિવસ બાદ ખબર પડી કે પિતાનું કોરોનામાં મોત થયું છે. મૃતકના પેપર્સ ન મળતાં વોર્ડના સ્ટાફે મૃતકને અજાણ્યા વ્યક્તિમાં ખપાવી દિધો હતો. 


નવી સીવીલ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા મૃતક મહારાની દિન અંબિકા પ્રસાદ તિવારી. ગત 9મી એપ્રિલના રોજ નવી સીવીલમાં દર્દી મહારાની દિન દાખલ થયા હતા. ત્યાર બાદ પુત્ર સંજય તિવારી પણ કોરોના પોઝિટિવ થતા હોમ આઇસોલેટ થયા હતા. પુત્ર સંજય તિવારી ગત 25 તારીખથી પિતા ની શોધખોળ કરી રહ્યો હતો.

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત્ રહેવા છતાં શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૮૪૭ કેસ નોંધાયા હતા. સુરતમાં ૨૪, અમદાવાદમાં ૨૨ સહિત કુલ ૧૭૨ના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં ૨૪ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૪ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૮૧,૬૨૪ છે જ્યારે કુલ મરણાંક ૭,૩૫૫ છે. હાલમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૦,૫૮૨ દર્દીએ કોરોના હરાવ્યો છે. અત્યારસુધી કુલ ૪,૨૯,૧૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા ?


 


અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547,  મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390,   જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196,  પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136,  મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63,  પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41,  બોટાદ 24 અને ડાંગ  22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા હતા.