સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat Election) પછી ફરી એકવાર ગુજરાતમાં કોરોનાએ (Gujarat Corona) ઉથલો માર્યો છે. અત્યારે રાજ્યમાં સુરતમાં (Surat) સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે, ત્યારે તંત્ર (Surat Corporation) હરકતમાં આવી ગયું છે અને કોરોનાના કેસો ઘટાડવા માટે પગલા ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે સુરતતમાં કોરોનાના પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Veer Narmad South Gujarat University) મહત્વનો નિર્ણય લીધો છે. તમામ પરીક્ષાઓ મોકૂફ કરાઈ છે. ઓનલાઈન અને ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
એટલું જ નહીં, MBAની પરીક્ષા અધવચ્ચે જ સ્થગિત કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિને જોઈ આવનારા દિવસોમાં પરીક્ષાનું નવું શિડયુલ જાહેર કરવામાં આવશે.
Surat : કોર્પોરેશને 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને કેવું બોર્ડ લગાવવા કર્યું ફરમાન?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. અત્યારે રાજ્યમાં સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરત કોર્પોરેશન હરકતમાં આવી ગયું છે અને કોરોનાને કાબૂમાં લેવા માટે વિવિધ પગલા ભરી રહ્યું છે. સુરતમાં 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને આવતી કાલથી 7 એપ્રીલ સુધીમાં ફરજિયાત કોરોનાની રસી લેવાની રહેશે એટલું જ નહીં, રસીનો પહેલો ડોઝ લીધાનું બોર્ડ પણ દુકાન બહાર લગાવવું પડશે.
">
હવે સુરત કોર્પોરેશને વધુ એક ફરમાન કર્યું છે. શહેરમાં આવેલ વિવિધ પ્રકારની દુકાનો, કરીયાણા, મોલ, મલ્ટીપ્લેક્ષ, ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ, ડાયમંડ યુનિટ અને અન્ય વ્યવસાય ક્ષેત્રમાં કામ કરતાં કારીગરો-માલિકો વગેરે પૈકી જેઓ 45 વર્ષથી ઉપરની વયના હોય તેવા તમામ લોકોએ પહેલી એપ્રીલથી 7 એપ્રીલ સુધીમાં વેક્સીન લેવાની કામગીરી ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે અને વેક્સીન લીધા બાદ તેઓએ ફર્સ્ટ વેક્સીન લીધેલ છે. એટલું જ નહીં આ બાબતના બોર્ડ બનાવી ફરજિયાત દુકાનની બહાર પ્રદર્શિત કરે, જેથી તેનો પ્રચાર-પ્રસાર થાય અને અન્ય લોકો પણ વેક્સીન લેવા માટે બહોળી સંખ્યામાં જોતરાય.