આજે બપોરે જ્યોતિબેન સોજીત્રા તેમના પતિ સાથે સૂડા ભવન ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારી પરત ખેંચે તે પહેલા કોંગ્રેસના નેતાઓ મનાવવા પહોંચી ગયા હતા. આ સમયે જ્યોતિબેન ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા હતા. તેમજ મીડિયા સામે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, કોંગ્રેસે મારી કારકિર્દી પૂરી કરી નાંખી. મારો વોર્ડ ખાલીખમ કરીને મને હોળીનું નાળિયેર બનાવી અમારું બલિદાન લેવાઇ ગયું. મારે બીજું પાર્ટીને કંઈ નથી કહેવું. મારી પાર્ટીને હું હાથ જોડું છું. મને 20 વર્ષ સુધી તક આપવા માટે.
આ સમયે જ્યોતિ સોજીત્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને શહેર કોંગ્રેસ પ્રમુખ પર પણ આક્ષેપો લગાવ્યા હતા. નોંધનીય છે કે, પોતાના સમર્થકોને ટિકિટ ન મળતા પાસના નેતા ધાર્મિક માલવિયાએ ટિકિટ મળી હોવા છતા કોંગ્રેસની ઉમેદવારી નોંધાવી નહોતી. આ પછી પાસ દ્વારા 12 કોંગ્રેસના ઉમેદવારો સમર્થનમાં ઉમેદવારી પાછી ખેંચવાનો દાવો કર્યો હતો. જોકે, પોકળ સાબિત થયો છે.