સુરત: કોરોના મહામારીમાં પણ સુરત મનપાની તળિયા ઝાટક તિજોરી એકજ મહિનામાં છલકાઈ ગઈ છે. એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકત ધારકને 10 % રિબેટ આપવાની પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એપ્રિલ મહિનામાં અધધ 133 કરોડ રૂપિયા એડવાન્સ મિલકત વેરા સ્વરૂપે ભરાઈ ગયા છે.
એટલુંજ નહીં એપ્રિલ મહિનાના છેલ્લા 4 દિવસમા જ 66.11 કરોડ રૂપિયા એડવાન્સ મિલકત વેરા પેટે રૂપિયા ભરવામાં આવ્યા છે. એડવાન્સ વેરો ભરનાર તમામ મિલકત ધારકને 10 ટકા રિબેટ આપવામાં આવી રહ્યો છે. ચાલુ મે મહિનામાં પણ 10 % રિબેટ આપવાની જાહેરાત છે ત્યારે આ આંકડો 133 કરોડથી હજી વધી શકે છે .
1 લાખ 18 હજાર મિલકત ધારકોએ 10 % રિબેટ મેળવ્યો છે. સુરત મનપાના રેકર્ડ પર 19 લાખ 85 હજાર પ્રોપર્ટી ઓનું રજીસ્ટ્રેશન થયું છે. સિનિયર સીટીઝન જો ઓનલાઈન પેમેન્ટ કરે તો તેને 12 % રિબેટ આપવામાં આવે છે.