સુરતઃ સુરતમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને 27 ઉમેદવારોની જીત થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 6 પેનલો કબ્જે કરી છે. જ્યારે બે ભાજપની પેનલો તોડી નાંખી છે. ત્યારે સુરતમાં આપની ભવ્ય જીત માટેનો શ્રેય મનોજ સોરઠીયાને આપવામાં આવી રહ્યો છે. આ સાથે સોરઠીયાએ જીત પછી મોટી જાહેરાત કરીને પહેલી સિક્સર લગાવી દીધી છે.
મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયની અંદર એક હેલ્પલાઇન નંબર (જનસુવિધા નંબર) ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ. આ નંબર પર આવનાર તમામ એસએમસીને લગતી ફરિયાદોને લઈને આમ આદમી પાર્ટી લડશે. લોકોને સુવિધા પૂરી પાડવાની કોશિશ કરશે. આજ દિવસ સુધી કોંગ્રેસ જે ભ્રષ્ટાચાર સહન કરતી હતી અને બેફામ ભ્રષ્ટાચાર ભાજપ દ્વારા કરવામાં આવતો હતો. અમે ગેરન્ટી આપીએ છીએ કે અમે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર એસએમસીના વહિવટમાં નહીં કરવા દઈએ.
મનોજ સોરઠીયા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી છે. સુરતમાં ભવ્ય જીત પછી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. અહીં સ્ટેજ પર હાજર આપના કાર્યકરોએ જીત અપાવનાર મનોજ સોરઠીયાને ઉંચકી લીધા હતા.
Surat : કોર્પોરેશનમાં AAPના ભવ્ય દેખાવ પછી પહેલી જ સિક્સર, AAPએ શું કરી મોટી જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2021 10:24 AM (IST)
સુરતમાં આપની ભવ્ય જીત માટેનો શ્રેય મનોજ સોરઠીયાને આપવામાં આવી રહ્યો છે. આ સાથે સોરઠીયાએ જીત પછી મોટી જાહેરાત કરીને પહેલી સિક્સર લગાવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -