સુરતઃ સુરત કોર્ટનો વધુ એક દાખલા રૂપ ચુકાદો સામે આવ્યો છે. ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. બાળકીને ટીવી જોવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2018માં શ્રમજીવી પરિવારની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. પાડોશી 24 વર્ષીય કૃષ્ણા કુમારે દુષ્કર્મ આચર્યું હતું. સુરત કોર્ટે આરોપી કૃષ્ણાને 10 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો.


સુરતના રાંદેર કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેર કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. બે બાળકોના મોત થયા હતા અને એક લાપતા થયા છે. મળતી માહિતી અનુસાર, તાપી કાંઠે રમતા ત્રણ બાળક  ભરતીના પાણીમાં ખેંચાતા ડૂબ્યા હતા. મહમ્મદ કરમઅલી અને શહાદત શાહ નામના બાળકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક બાળકીનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી.


સુરતમાં રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટ પર શુક્રવારે બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમાવમાં મશગુલ થઈ ગયા હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા બાળકો પાણીમાં ખેંચાઈ ગયા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જેહમત બાદ બે બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કિશોરીની કોઈ ભાળ મળી ન હતી. હાલ પણ શોધખોળ ચાલી રહી છે.


ગાંધીનગરઃગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું


ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના DGP  આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાંથી 395 કિલો સૂતળી મળી આવી હતી, જેમાં 80-90 કિલો ડ્રગ્સ સૂતળીમાં મૂકવામાં આવ્યું હતું. વાહનમાંથી હેરોઈનનો આ જથ્થો ઝડપાયો છે.


ગુજરાત ડીજીપીએ જણાવ્યું હતું કે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં 9 પાકિસ્તાનીઓ સાથે 'અલ હજ' નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 56 કિલો હેરોઈન મળી આવ્યું છે. આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. DGPના જણાવ્યા અનુસાર આ મામલે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. મુઝફ્ફરનગરમાંથી 35 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસિટિક એનહાઇડ્રાઇડના બેરલ પણ મળી આવ્યા છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ATS-NCBનું સંયુક્ત ઓપરેશન હતું.