સુરતઃ શહેરમાં પ્રેમીકાને પામવામાં નડતા પ્રેમીકાની હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષ પહેલાં હત્યા કરનાર આરોપી ને ઝડપી પાડ્યો છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. તેમજ આ પછી આરોપી નાસી ગયો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, આજથી 10 વર્ષ પહેલા આરોપીને એક પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. એટલું જ નહીં, બંને વચ્ચે શરીરસંબંધ પણ બંધાયા હતા. એક દિવસ બંને એકાંત માણી રહ્યા હતા, ત્યારે જ પરિણીતાનો પતિ આવી ગયો હતો અને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
આમ, યુવતીએ પ્રેમપ્રકરણ ખુલ્લું પડી જતાં અને પ્રેમીને મળવું મુશ્કેલ બની જતાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મારી નાંખવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. તેમજ આ કાવતરા પ્રમાણે પ્રેમીએ પ્રેમીકાના પતિની હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા પછી છેલ્લા 10 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો. જોકે, 10 વર્ષ બાદઆજે ક્રાઇમ બ્રાન્ચે પ્રેમીની ધરપકડ કરી છે. હત્યામાં નાસતા ભાગતા આરોપીને શોધી કાઢવા પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો.
સુરતઃ યુવતી પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને પતિ જોઈ ગયો........આ ઘટનામાં દસ વર્ષે આવ્યો શું વળાંક ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Dec 2020 01:58 PM (IST)
આજથી 10 વર્ષ પહેલા આરોપીને એક પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. એટલું જ નહીં, બંને વચ્ચે શરીરસંબંધ પણ બંધાયા હતા. એક દિવસ બંને એકાંત માણી રહ્યા હતા, ત્યારે જ પરિણીતાનો પતિ આવી ગયો હતો અને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -