Surat: સુરતમાંથી વધુ એક ગુનાખોરાની મોટી ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ શખ્સે હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવીને કેટલીય ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. સુરતમાં પુણા વિસ્તારમાંથી લવ જેહાદની આ ઘટના સામે આવી છે. એક મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામ ધારણ કરી એક હિન્દુ યુવતીને ફસાવી અને બાદમાં તેને સાપુતારા લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. 


મળતી માહિતી પ્રમાણે, મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામનું હિન્દુ આધારકાર્ડ બનાવી લીધુ હતુ આ શખ્સે પુણામાં એક હિન્દુ છોકરીને ફસાવી હતી, બાદમાં આ 15 દિવસના પ્રેમસંબંધમાં ઓજેરે હિન્દુ યુવતીને સાપુતારા લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા, જોકે, હવે તેની અસલી ઓળખ બહાર આવી છે. આ કૌભાંડનું એટલું જ ખતરનાક પાસું એ છે કે, તેને નકલી નામનું આધારકાર્ડ કેવી રીતે મેળવ્યું હતું ? તે જાણીને લોકો ચોંકી રહ્યાં છે. આ વિદ્યર્મી યુવકે નામ બદલીને હિન્દુ ધર્મ ધારણ કર્યો હતો, અને હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ. 15 દિવસ બાદ યુવતી સામે સમગ્ર વિગતો સામે આવતાં જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હિન્દુ સંગઠનો મેદાનમાં આવી ગયા અને હિન્દુ યુવતીને વિદ્યર્મીના ચુંગાલમાથી છોડાવી હતી. જોકે, યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડતા હિન્દૂ સંગઠન દ્વારા બે આધાર કાર્ડને લઈ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 


આ ઘટનામાં કાપડ વેપારી ઓજેર આલમ હિન્દૂ નામ અર્જૂનસિંહ ધારણ કરી ફેસબુક ઓપરેટ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, તેની પાસે બે-બે આધાર કાર્ડ હતા જેમાં એક હિન્દૂ નામથી અને બીજો ઓજેર આલમના નામથી મળી આવ્યા છે.


લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીની લાલ આંખ -


રાજ્યમાં સતત વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓ મુદ્દે હવે સરકાર એક્શનમાં આવી છે. થોડાક દિવસો પહેલા નવાસારી જિલ્લાના ખેરગામમાં એક લવ જેહાદની ઘટના સામે આવી હતી, આ પછી પોલીસે લવ જેહાદના ગુનેગાર આરોપીનું ગામમાં સરઘસ કાઢ્યુ હતુ. હવે લવ જેહાદની ઘટના મુદ્દે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે ચેતાવતી આપતું ખાસ નિવેદન આપ્યુ છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક જાહેરસભામાં વિદ્યર્મીઓ અને લવજેહાદ મુદ્દે ખાસ ચેતાવણી આપી અને હૂંકાર કર્યો કે, આરોપીઓને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ખેરગામમાં આરોપીનું કાઢવામા આવેલા સરઘસ -વરઘોડા અંગે નિવેદન આપતા કહ્યું કે, આરોપીઓએ આ કાર્યવાહીને ચેતવણી સમજો, આનાથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલુ જ નહીં કાયદાકીય કાર્યવાહી સાથે અન્ય કાર્યવાહી પણ કરાશે. આરોપીઓએ ખેરગામના એક યુવતીને ફસાવી હતી, હિન્દુ નામ ધારણ કરીને બીજે લગ્ન કરાવ્યા હતા, યુવતી ફરિયાદ કરવા માટે તૈયાર ના હતી કેમ કે યુવતી ગભરાયેલી હતી, જોકે, યુવતીને સમજાવ્યા બાદ તેને પોલીસમાં ફરિયાદ આપી અને બાદમાં આરોપી સામે કાર્યવાહી કરાઈ છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial