Surat News: આંખ આવવાના વાવર વચ્ચે મેડિકલ સ્ટોર પર આંખના ટીપાનું વેચાણ 10 ગણું વધ્યું છે. આંખ આવવાના વાવરમાં 4 કરોડની દવા વેચાઈ ગઈ છે. લોકો આઇડ્રોપ લેવા દોડાદોડી કરી રહ્યા છે. જ્યાં 10 ડ્રોપ વેચાતા હતા ત્યાં 100થી વધુ વેચાઈ રહ્યા છે. સીઝનમાં 25 કરોડની દવા વેચાવાની વકી છે. મોટાભાગના ગ્રાહકો મેડિકલ સ્ટોર્સ પર આંખના ટીપા અને એન્ટીબાયોટિક લેવા જ આવી રહ્યા છે.
એક અંદાજ મુજબ, વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં રોજ 5થી 7 હજારના આંખના ટીપા વેચાઇ રહ્યા છે.
રોજ રોજના 100થી કેસ આવી રહ્યા છે
સુરતમાં છેલ્લા અઠવાડિયાથી આંખ આવવાના કેસો દેખાઈ રહ્યા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં આ કેસોમાં વધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આવેલી આંખની ઓપીડીમાં હાલ આંખ આવવાના દદીઓથી ફૂલ દેખાઈ રહી છે. રોજ 125થી વધુ કેસો સામે આવી રહ્યા છે. આંખના ડિપાર્ટમેન્ટના હેડ ડો. પ્રીતિ કાપડિયાએ કહ્યું કે હાલ શહે૨માં આંખના કેસોમાં વધારો થયો છે. આ વાયરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કન્જેકટીવાઇટીસ થાય છે.
બાળકોથી લઈને વડીલો સુધી ચેપ ફેલાયો
હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. હાલ આ ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કન્જેકટીવાઇટીસ કેસ વધ્યા છે. સામાન્ય રીતે આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે. કોઈના સંપર્કમાં આવવાથી જેને આંખ આવી છે, હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે.
કેવા હોય છે લક્ષણો
- ચેપને કારણે આંખમાં લાલાશ કે સોજો આવવા ઉપરાંત અન્ય લક્ષણો પણ છે-
- લાલાશ અને સોજો સાથે આંખોમાં દુખાવો.
- પોપચાંને સ્પર્શ કરવાથી પીડા અનુભવવી.
- આંખમાંથી આવતો પીળો કે લીલો રંગનો કે રંગહીન પદાર્થ.
- પોપચાની આસપાસના પોપડાઓ જામી જમવા.
- આંખોમાંથી કચરો નીકળો નીકળે છે.
- દ્રષ્ટિની અસ્પષ્ટતા.
- આંખોમાંથી સતત પાણી આવવું.
- પ્રકાશમાં આવતાં આંખોમાં દુખાવો થવો.
- પાંપણોની પાછળ અથવા પાંપણના વાળમાં ગઠ્ઠો જામી જવો.
કેવી રીતે બચશો આ રોગથી
- આંખના ચેપથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- તમારા હાથને વારંવાર સારી રીતે ધોવાનું રાખો.
- તમારા ટુવાલ, રૂમાલ અને આંખના ટીપાં કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે તે અન્ય વ્યક્તિને પણ ચેપ ફેલાવી શકે છે.
- આંખોને સૂર્યપ્રકાશ અને ધૂળવાળા વાતાવરણથી દૂર રાખો.
- તમારી આંખોને તમારા હાથથી ઘસો નહીં અને ગંદા હાથથી તમારી આંખોને સ્પર્શશો નહીં.
- આંખોને કોઈપણ બળતરા કરે તેવા પદાર્થ જેમ કે ધુમાડો અથવા રસાયણોની તીવ્ર ગંધ વગેરેના સંપર્કમાં ન આવવા દો.
- બહાર જતી વખતે ડાર્ક ચશ્મા પહેરો.
- કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરશો નહીં.
- આંખો પર શેક કરો, શેકથી લોહીનું ભ્રમણ વધવાથી રોગપ્રતિકારકતા વધે છે.
- એન્ટિબાયોટિક દવાનાં ટીપાં કલાકે કલાકે નાંખો.
લક્ષણો દસ દિવસ સુધી રહે છે
આ ચેપ બેક્ટેરિયાથી થાય છે અને ઝડપથી ફેલાય છે. એક આંખથી બીજી આંખમાં અને એક દર્દીથી બીજા દર્દી સુધી હાથ, આંગળી, રૂમાલ, ટુવાલ, કાજળ આંજવાની સળી વગેરે દ્વારા ફેલાય છે. ત્રણ ચાર દિવસમાં તે એકદમ વધી જાય છે. આ લક્ષણ દસ દિવસ સુધી રહે છે.
Join Our Official Telegram Channel: