Surat Crime News: સુરતમાં પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. અહીં એક યુવતીને પ્રેમ લગ્ન બાદ મોતને વ્હાલુ કરવાનો વારો આવ્યો છે. વરાછામાં રહેતી 38 વર્ષીય યુવતી પ્રેમ લગ્ન બાદ ડિપ્રેશનનો શિકાર બની ગઇ હતી, આજે તેનું મોત થતાં યુવતીના માતા પિતાએ તેમના જમાઇ પર મારઝૂડ અને દહેજનો ગંભીર આરોપ લગાવ્યો છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં પ્રેમ લગ્ન કરનારી યુવતી મોતને ભેટી છે, મોતની ઘટના બાદ માતા-પિતાએ દીકરીના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા છે. શહેરના વરાછા વિસ્તારમાં પ્રેમનલગ્નનો કરુંણ અંજામ આવ્યો છે. માતા નયનાબેન નાથાભાઇએ ધ્રૂસકે ધ્રૂસકે રડતાં રડતાં કહ્યું કે, તેમની દીકરી મીનાબેન નાથભાઇ નથવાણી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં જતી રહી હતી, માતા અને પરિવારજનોએ આરોપ લગાવતા કહ્યું કે, પ્રેમલગ્ન કર્યા બાદ પતિ દ્વારા માનસિક ત્રાસ અપાઇ રહ્યો હતો, એટલું જ નહીં દહેજ નહીં આપતા પતિએ ઇન્જેક્શન અપાવી મારી દીકરોનો ગર્ભ પણ પડાવી દીધો હતો. આ પછી માનસિક ત્રાસના કારણે દીકરી ડિપ્રેશનમાં રહેતી હતી, અને આજે આજે 38 વર્ષીય દીકરી મીનાબેન નાથભાઈ નથવાણીની ડિપ્રેશનમાં જતા રહ્યાં બાદ મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક લુહાણા સમાજની દીકરી છે, જેને રાજસ્થાની મારવાડી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હતા. નયનાબેન નાથાભાઇ નથવાણીએ દીકરીના મોત બાદ લોકોને અપીલ કરી હતી કે, કોઇએ પ્રેમ લગ્ન ના કરવા જોઇએ.


પ્રેમ લગ્નના ઝઘડામાં 11 શખ્સો દ્વારા SRP જવાનના ઘર પર હુમલો


આણંદ જિલ્લામાંથી ગઇ રાત્રે એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં એસઆરપી જવાનના ઘરે પર કેટલાક શખ્સોએ હથિયારોથી હુમલો કર્યો છે, એસઆરપી જવાનના દીકરાએ કરેલા પ્રેમ લગ્નને લઇને છેલ્લા કેટલાક દિવસોથી બબાલ ચાલી રહી હતી, જેના અનુસંધાને ગઇ રાત્રે 11 જેટલા હુમલાખોરો હથિયારો અને પાઇપો-લાકડી, ડંડા સાથે ધસી આવ્યા હતા, અને ઘરના બારી-બારણાં તોડી નાંખ્યા હતા. હાલ આ મામલે ઉમરેઠ પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી પ્રમાણે, ગઇ રાત્રે આણંદ જિલ્લાના ઉમરેઠના ધુલેટા ગામમાં 11 જેટલા શખ્સોએ એસઆરપી જવાનના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલો પ્રેમ લગ્નની જુની અદાવતના કારણે કરાયો હોવાનું સામે આવ્યુ છે. ઉમરેઠના ધુલેટા ગામમાં રહેતા એસઆરપી જવાનના દીકરાએ પ્રેમ લગ્ન કરી લીધા હતા, આ વાતથી રોષે ભરાયેલા સામાપક્ષ વાળાએ તકનો લાભ લઇને અને જુની અદાવતના કારણે ગઇરાત્રે અચાનક SRP જવાનના ઘરે 11 જેટલા શખ્સોએ હુમલો કરી દીધો હતો, ઘર પર પથ્થરમારો કર્યો અને બાદમાં ઘરના બારી-બારણા પર ડંડા ફટકાર્યા હતા. જોકે, આ રાત્રે મચાવેલા આ આતંકની આ સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. હાલમાં આ ઘટના અંગે ઉમરેઠ પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ રાયૉટિંગ ધારા હેઠળ કરી કાર્યવાહી શરૂ કરી છે.