Surat Crime News: એકતરફ જ્યાં ગૃહરાજ્ય મંત્રી પોલીસની છબી સુધારવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત પોલીસ ક્રાઇમને રોકવા માટે પોલીસ સજ્જ હોવાનો દાવો કરે છે ત્યારે ગૃહમંત્રીનું શહેર જ ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં સુરતના જહાંગીરપુરામાં ગુંડા તત્વએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, ચપ્પૂ અને ડંડા સાથે ભારે હોબાળો મચાવ્યો અને પોલીસને બાનમાં લીધી હતી. હાલમાં શખ્સની અટકાયત કરવામાં આવી છે. 


સુરત શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાય તેનું ધ્યાન રાખતી પોલીસ સુરતમાં ક્રાઇમ રોકવામાં નિષ્ફળ નીવડી રહી છે. હાલમાં મળતા સમાચાર મુજબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં ગુંડાતત્વો બેફામ બની રહ્યાં છે, જહાંગીરપુરામાં ગુંડાએ પોલીસને બાનમાં લીધી હતી, એક યુવકે હાથમાં ચપ્પૂ અને પોલીસના ડંડા સાથે ધમાલ મચાવી હતી એટલું જ નહીં તેને પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં જાણવા મળ્યુ કે ધમાલ મચાવનારો યુવક અસ્થિર મગજનો હતો. ભારે જહેમત બાદ અસ્થિર મગજના યુવકની અટકાયત કરવામાં આવી હતી. 


“સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા


તાજેતરમાં ભાવનગર શહેરમાં બે અલગ અલગ સ્થળોએ છરી વડે હુમલાની ઘટનાઓએ શહેરવાસીઓમાં ચિંતા ઉભી કરી છે. પ્રથમ ઘટનામાં શિશુવિહાર સર્કલ વિસ્તારમાં સામાન્ય બાબત જેવી કે "સામુ કેમ જુઓ છો" તેવા કારણે જાહિદખાન પઠાણ, અસરીફખાન પઠાણ અને સોહિલ નામના વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ઘાયલ થયેલા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી ઘટના શહેરના વ્યસ્ત ખારગેટ વિસ્તારમાં બની, જ્યાં કપડાંની ખરીદી કરવા ગયેલા નિખિલ મેર પર જૂની અદાવતના કારણે પાંચથી છ શખ્સોએ ગળાના ભાગે છરી વડે હુમલો કર્યો. બંને ઘટનાઓમાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો, જે ચિંતાનો વિષય છે. આ બંને ઘટનાઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરે છે. બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વધતા જતા ગુનાઓએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. શહેરની સ્થિતિ યુપી બિહાર જેવી ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્રએ કડક પગલાં લેવાની જરૂર છે. આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવું, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી અને સમાજમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવું આવશ્યક છે.


આ પણ વાંચો


સાયબર ક્રાઈમને લઈ સરકારે 4 આંકડાનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો