Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ રોમિયોની પોલીસે ધકપકડ કરી હતી. જેલમાંથી છુટ્યા બાદ ફરી રોમિયોગીરી શરૂ કરી હતી, જેને લઈ એન્કર યુવતી દ્વારા બીજી વખત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પાંડેસરા પોલીસે વિપિન શુક્લા નામના આરોપીની ધરપકડ કરી હતી. ગત વર્ષે ગત વર્ષે આરોપી વિપિને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી મોબાઇલ નંબર મેળવી લીધો હતો, જે બાદ યુવતીનો પીછો કરી લગ્નન માટે દબાણ કરતો હતો. આરોપી વિપિન જેલ ગયા બાદ જામીન પર છુટ્યો અને ફરી એન્કર યુવતીને કરતો હતો પરેશાન કરી ધમકી આપતો હતો.


શું છે મામલો


એક તરફી પ્રેમમાં પાગલ યુવકે એન્કર યુવતી પર એસિડ એટેક કરવાની અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી એન્કર યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. જામીન મુક્ત થયેલા યુવકે ફરી એન્કર યુવતીને ફોન કરીને મેં તુમસે શાદી કરના ચાહતા હું, તુમને કેસ કિયા તો જેલ મે જાકે આયા, આઠ દિન મેં છુટ ગયા હું, જેલ મેં પાંચ-દસ મર્ડર કરને વાલે સે દોસ્તી હો ગઇ હે, ઉસે પૈસે દેકે મરવા દુંગા એવી ધમકી આપી જબરજસ્તી ઘરમાં ઘુસી જતાં મામલો ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.




પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારમાં રહેતી એન્કર યુવતી સાથે ત્રણ વર્ષ અગાઉ વિપીન શુકલાએ સોશિયલ મીડીયા થકી મિત્રતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મિત્રતા નહીં થતા વિપીને તેનો પીછો કરી કનડગત કરવાનું તથા સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી મોબાઇલ નંબર મેળવી મેસેજ અને કોલ કરી મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરવાની તથા બિભત્સ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. એન્કર યુવતીએ ગત ડિસેમ્બરમાં વિપીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જામીન પરથી છૂટ્યા બાદ એક તરફી પ્રેમમાં પાગલ વિપીને પુનઃ અજાણ્યા નંબરથી કોલ કરી વિપીન બોલ રહા હું, મેં તુમ સે શાદી કરના ચાહતા હું, તુમને કેસ કિયા તો મે જેલ મે જાકે આયા હું, આઠ દિન મે છુટ ગયા હું, જેલ મેં પાંચ-દસ મર્ડર કરને વાલે ગુંડ હે ઉન્સે મેરી દોસ્તી હો ગઇ હે, ઉસકો પૈસે દે કે તેરે કો મરવા દુંગા એવી ધમકી આપી હતી. ઉપરાંત 26 જાન્યુઆરીએ અલથાણ ખાતે એન્કર યુવતી ઇવેન્ટમાં ગઇ હતી ત્યાં વિપીન પીછો કરતા ધસી આવ્યો હતો અને મેં તુમસે હી શાદી કરૂંગા, અગર તુમને મુજ સે શાદી નહીં કિયા તો તુમ્હે છોડુંગા નહીં એમ કહી હુમલો કરવાની કોશિષ કરી હતી.  1 ફેબ્રુઆરીએ વિપીન જબરજસ્તી એન્કર યુવતીના ઘરમાં ઘુસી શાદી કરૂંગા તો તુમસે હી કરૂંગા એમ કહી હાથ પકડી બિભત્સ હરકત કરી હતી. એક તરફી પ્રેમમાં પાગલ યુવકના આવી હરકતોથી તંગ આવીને એન્કર યુવતીએ ફરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.