Surat Crime News: સુરતમાં ફરી એકવાર વિદેશમાં ભણવાના નામે એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓ છેતરાયા હોવાની ઘટના સામે આવી છે, શહેરમાં અડાજણ પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી છે, જેઓ સુરતથી કેનેડા અને યૂકેમાં વર્ક પરમીટ આપવાના નામે ઠગાઇ કરી રહ્યાં હતા, અને આ ઠગાઇમાં તેમને 36 લાખથી વધુનું છેતરપિંડી કરી હતી. હાલમાં પોલીસે આ બન્નેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 


ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં ફરી એકવાર એજન્ટોની છેતરપિંડી શરૂ થઇ છે. ભારતમાંથી અન્ય દેશોમાં વિઝા વર્ક પરમિટ આપવાના નામે એજન્ટો દ્વારા લાખો રૂપિયાની ઠગાઇ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાંથી કેનેડા અને યૂકેના વિઝા વર્ક પરમિટના નામે ઠગાઈ કરનારા બે ભાઇઓ ઝડપાયા છે, જે શહેરમાં તેમજ અન્ય સ્થળો પર કૃપા એજન્સી નામથી ફર્મ ચલાવી રહ્યાં હતા, હાલમાં અડાજણ પોલીસે આ કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણ અને ભાઈ કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી છે, જેમને વિઝા વર્ક પરમિટના નામે 24 થી વધુ લોકો સાથે ઠગાઇ કરી છે. યૂકે અને કેનેડાના સ્ટૂડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે આ ચૌહાણ બ્રધર્સે 36 લાખથી વધુની ઠગાઈ કરી છે. ખાસ વાત છે કે, સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ આ કૃપા એજન્સીની ઠેર ઠેર ઓફિસો આવેલી છે. અનેક લોકો આ ચૌહાણબંધુની ઠગાઈનો ભોગ બન્યાની આશંકા સેવાઇ રહી છે. અત્યારે અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 


સુરતમાં દલાલે વેપારીનું 2 કરોડનું ફૂલેકુ ફેરવ્યું, જાણ બહાર માલ સાથે ચાર દુકાનો વેચી મારી ને પછી.......


સુરતમાં ફરી એકવાર એક વેપારી સાથે મોટી છેતરપિંડી થઇ હોવાની ઘટના નોંધાઇ છે. શહેરના આઠવા વિસ્તારમાં એક દલાલે એક વેપારી સાથે બે કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. દલાલે વેપારીને લાલચ આપીને ચાર દુકાનો અને માલ સાથેનો શૉરૂમ વેચી માર્યો હતો, જોકે, વેપારીને સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આઠવા પોલીસે હાલમાં આ કેસ મામલે તપાસ શરૂ કરી છે. 


ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં ફરી એકવાર મોટી છેતરપિંડીની ઘટના ઘટી છે, આ વખતે આ ઘટના શહેરના આઠવા વિસ્તારમાં ઘટી છે, અહીં એક વેપારી સાથે એક દલાલે છેતરપિંડી કરી છે. આ દલાલે વેપારીનો દુકાનોનો ડ્રેસનો માલ સહિત શૉરૂમ વેચી આપવાનું કહ્યુ હતુ, અને બાદમાં આ દલાલે અઢી કરોડનું ફૂલેકું ફેરવી દીધુ. આ આરોપીનું નામ ઉમર પીલા છે. 


શહેરના આઠવા વિસ્તારમાં આવેલા સિલ્કી મેચિંગ શૉ રૂમના માલિકને દલાલ ઉમર પીલા મળ્યો હતો, અને આરોપી ઉમર પીલાએ વેપારીને તેના શૉ રૂમ, ચાર દુકાનો અને ડ્રેસ મટેરિયલ્સને વેચી આપવાનું કહ્યુ હતુ, આ સિલ્કી મેચિંગ શૉરૂમ આઠવાના ચોકબજાર જુના સાઇબાબા મંદિર સામે આવેલો છે, આમાં ડ્રેસ મટેરિયલ્સ અને ચણિયાચોળી સહિતનો માલ હતો, તેને આરોપીએ ચાર દુકાનો સાથે વેચી માર્યો હતો. કુલ મળીને આ ઘટનામાં આરોપીએ વેપારી સાથે 2.30 કરોડની છેતરપિંડી કરી હતી. હાલમાં આઠવા પોલીસે આ ઘટનાને લઇને તપાસ શરૂ કરી દીધી છે.