Surat Crime News: સુરતમાં દિવાળીના તહેવારોની વચ્ચે જૂથ અથડામણની ઘટના ઘટી છે, અહીં લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગઇકાલે જૂથ અથડામણ થયુ જેમાં એક જૂથે બીજા જૂથ પર હથિયારથી હૂમલો કરી દીધો હતો, આ સમગ્ર ઘટના જુની અંગત અદાવતના કારણે ઘટી હોવાની સામે આવ્યુ છે, હાલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ગઇકાલે એક જૂથ અથડામણની ઘટનાથી પોલીસ દોડતી થઇ હતી. શહેરના લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે એક નજીવી બાબતે જોરદાર મારામારી થઇ હતી, આ પછી સામ-સામે ફરિયાદો દાખલ કરાવાઇ હતી. ખરેખરમાં, આ ઝઘડો જુની અદાવતનો છે, થોડાક સમય પહેલા એક ઝઘડામાં એક વ્યક્તિને પાસાની સજા થઇ હતી, જેનો ખર્ચો માંગતા આ મામલો બિચક્યો હતો. 


સુરત લિંબાયતના મીઠીખાડી પાસે બેઠી કોલોનીમાં હબીબ રફીક સૈયદ અને સુલતાન શેખ વચ્ચે પહેલા બોલાચાલી થઇ અને બાદમાં જૂથ અથડામણ થઇ હતી. આમાં સુલતાન શેખે હબીબ સૈયદ પાસે આવીને કહ્યું હતું કે તેરા ભાઇ કા ઝગડા હુઆ થા, ઉસમે મેરે કો પાસા હુઆ થા. ઉસમે મેરે વકીલ કા બહુત ખર્ચા હો ગયા હૈ, વો પૈસે મેરે કો ચહીએ ?. તો વળી, આ પછી હબીબે આ ખર્ચો તેના ભાઇ જાવેદે આપ્યો હોવાનું કહેતા જ સુલતાન ઉશ્કેરાઇ ગયો હતો, અને તેને ચપ્પૂ કાઢીને હબીબ પર ઘા કર્યુ હતુ, હબીબને ડાબી આંખના ભાગે સુલતાને ચપ્પૂ મારી દીધુ હતુ. આ ઝઘડો વધતા હબીબ અને તેના મિત્રોએ પણ સુલતાન અને તેના મિત્રોને ગાળો આપીને માર માર્યો હતો, આમ ધીમે ધીમે આખો ઝઘડો જૂથ અથડામણમાં પરિણમ્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 


 


ફટાકડા વિના દિવાળી ઉજવવાની શાનદાર રીત, અપનાવો આ ટિપ્સ


દિવાળી એ ઉત્સવ અને ઉત્સાહનો તહેવાર છે. ઘણીવાર લોકોને ફટાકડા વિના દિવાળીની ઉજવણી અધૂરી લાગે છે. બાળકોને દિવાળી પર ફટાકડા ફોડવાનું અને ફટાકડા જોવાનું પસંદ છે. પરંતુ ફટાકડામાંથી નીકળતા ધુમાડાને કારણે હવા ગંભીર રીતે પ્રદૂષિત થાય છે. તેથી, આપણે બાળકોને સ્વચ્છ અને સલામત દિવાળી ઉજવવાની રીતો શીખવી જોઈએ. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ફટાકડા વિના બાળકોની દિવાળી ખૂબ જ સુંદર બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ વિશે-


સાથે રંગોળી બનાવીને


દિવાળી પર તમે બાળકો સાથે મળીને ઘરે અને આંગણામાં રંગબેરંગી રંગોળીઓ બનાવી શકો છો.. બાળકોને રંગીન પાવડર અને રંગો સાથે રમવાનું પસંદ છે. તેઓ તેમની કલ્પનાથી વિવિધ ડિઝાઇન બનાવી શકે છે. આનાથી તેમને ખુશી મળશે અને તેમને થોડી સર્જનાત્મકતા કરવાની તક મળશે. ફટાકડા વગરના બાળકો માટે દિવાળીને ખાસ બનાવવાની આ એક સારી રીત છે.


દિવાળીની વાર્તા અને પરંપરાઓ વિશે કહો









બાળકો સાથે મળીને મીઠાઈ બનાવો


દિવાળી પર, તમે તમારા બાળકો સાથે મળીને મીઠાઈ અને નાસ્તો બનાવી શકો છો. બાળકોને વાનગીઓ અને મીઠાઈઓ તૈયાર કરવામાં ખૂબ જ મજા આવે છે. આનાથી તેમને ઘરના કામમાં રસ લેવાની તક મળે છે. આ ઉપરાંત, તેઓ મહેનત અને શ્રમનું મહત્વ પણ સમજશે.


સાથે મળીને ઘર સજાવો


આપણે સાથે મળીને ઘરને રોશન કરવા માટે રંગબેરંગી લેમ્પ્સ અને સીરિઝ લગાવી શકીએ છીએ. જો આખો પરિવાર સાથે મળીને ઘરને સજાવે તો બાળકોને ખૂબ આનંદ થાય છે. ઘરની સજાવટમાં બાળકોની મદદ લો. આનાથી પરિવારમાં એકતા આવે છે અને બાળકોને આખા પરિવાર સાથે જોડી રાખે છે.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.