Surat Crime news: સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં 12 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આધેડની ધરપકડ કરવામાં આવી છે. મહિનામાં 10થી વધુ વાર કિશોરીને પીંખી હતી. સુરતમાં 12 વર્ષની દીકરી પર પિતાથી પણ મોટી ઉંમરના શખ્સે વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. હવસ સંતોષી કિશોરીને 10 રૂપિયા આપતો અને કોઈને નહીં કહેવા ધમકી આપતો હતો.


એકલતાનો લાભ લઈ તેને નવા બંધાતા બિલ્ડિંગમાં  ઝૂંપડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો

સુરતના ઉત્રાણ વિસ્તારમાં નવા બંધાતા બિલ્ડિંગના ઝૂંપડામાં રહેતી માત્ર 12 વર્ષની કિશોરી પર પાડોશી તેકબહાદુર રાવલે નિયત બગાડી હતી.  કિશોરીની એકલતાનો લાભ લઈ તેને નવા બંધાતા બિલ્ડિંગમાં પોતાના ઝૂંપડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.  છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન હવસખોર આધેડે 10થી વધુ વાર તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ માત્ર 10 રૂપિયા તેના હાથમાં આપી દેતો અને તેને ધમકી આપતો હતો કે જો કોઈને આ વાતની જાણ કરશે તો જાનથી મારી નાખશે. જેથી આખરે ભોગ બનનારી કિશોરીએ આ મામલે પરિવારને જણાવી હતી. ઉત્રાણ પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આધેડ સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

 સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાડીના કારખાનામાં સાથે કામ કરતી 16 વર્ષની તરૂણીની અવારનવાર છેડતી કરનાર 32 વર્ષના પરણિત યુવાન વિરુદ્ધ કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણી સાડીના કારખાનામાં અગાઉ નોકરી કરતી હતી.તેની સાથે જ કારખાનામાં કામ કરતા નિકુંજે ગત 16 થી 20 જાન્યુઆરી દરમિયાન તેની સાથે અવારનવાર અડપલાં કર્યા હતા અને તેનો હાથ પકડી બાથ ભરી દીધી હતી.ગભરાયેલી તરુણીએ તેથી નોકરી પણ છોડી દીધી હતી. તરુણીએ પોતાના પરિજનોને જાણ કરતા તેના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકમાં નિકુંજ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં કામરેજ ખાતે રહેતા 32 વર્ષીય પરણિત નિકુંજ જમનાદાસ પનારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.