D-MARTને કોવિડ ગાઈડલાઈન અનુસરવા સૂચના આપવામાં આવી હતી. છતાં ગ્રાહકોમાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. સુરતમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતા ધીરજ એંડ સંસ અને ડી માર્ટને સીલ કરાયું છે. કતારગામના કંસાનગર પર આવેલ ધીરજ સંસ સીલ કરાયું છે. સિંગણપોરમાં આવેલ ડિ-માર્ટને પણ સીલ કરવામાં આવ્યુ છે. સોશલ ડિસ્ટસિંગનું પાલન ન કરતા લોકો પાસેથી 11,500થી વધુનો દંડ વસુલાયો છે.
ડી માર્ટના સંચાલકોએ મીડિયાકર્મીઓએ સાથે પણ દાદાગીરી કરી હતી. મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા. સાથે જ મીડિયાકર્મીઓને પોલીસને બોલાવવાની પણ ધમકી આપવામાં આવી.