Surat News: સુરતનો દીકરો દેશ લેવલે ઝળક્યો છે, સુરતમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારનો દીકરો યુવરાજ કલર્સ ટીવીના લોકપ્રિય શૉ ડાન્સ દિવાનેમાં ઝળક્યો. યુવરાજનું તેના ગજબના ડાન્સ પરફોર્મન્સના કારણે તને હવે નેકસ્ટ રાઉન્ડમાં સિલેક્શન થયુ છે. યુવરાજ માત્ર ચાર વર્ષનો છે અને હાલમાં મુંબઇમાં પ્રૉગ્રામમાં વ્યસ્ત છે. યુવરાજના પિતા ફેક્ટરીમાં નોકરી કરીને પોતાનું ગુજરાત ચલાવે છે.
સુરતનો દીકરો હવે દેશમાં ઝળક્યો છે. કલર્સ ટીવી પર ચાલી રહેલા લોકપ્રિય શૉ ડાન્સ દિવાનેમાં સુરતના દીકરા જેનું નામ યુવરાજ છે, તેને સ્થાન મળ્યુ છે. યુવરાજે માત્ર ચાર વર્ષની ઉંમરે શૉમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યુ છે, જેના કારણે ડાન્સ દિવાનેમાં હવે યુવરાજને નેક્સ્ટ રાઉન્ડ માટે સિલેક્શન મળ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, લિટલ ડાન્સર યુવરાજ સુરતના પલસાણાના વરેલી જીઆઈડીસીમાં રહે છે, અને તે પરપ્રાંતિય પરિવારમાંથી આવે છે. હવે સામાન્ય પરિવારમાંથી આવતો માત્ર ચાર વર્ષનો આ યુવરાજ કલર્સ ટીવીના ડાન્સ દિવાને પ્રૉગ્રામમાં સિલેક્ટ થઈને નેક્સ્ટ રાઉન્ડ માટે આગળ વધ્યો છે. યુવરાજના પિતા ફેક્ટરીમાં નોકરી કરે છે, સાથે સાથે પાર્ટ ટાઇમ રમકડાંની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ખાસ વાત છે કે, યુવરાજ અત્યારે મુંબઇમાં પ્રૉગ્રામમાં વ્યસ્ત છે.
સુરત પાલિકાએ ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવ્યો, જાણો શું છે આ રોડની ખાસિયત
સુરત સહિત સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દુષણ સામે ઝઝૂમી રહ્યું છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેવા પ્રયાસ વચ્ચે સુરત પાલિકાએ ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સુરત પાલિકાએ છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરના રોડ બનાવ્યા છે. આ રોડ ડામર રોડ કરતા મજબૂત છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો પાલિકા દ્વારા આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવા આયોજન થઈ રહ્યું છે.
પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવાની કામગીરી
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહ્યું છે. જોકે, પ્લાસ્ટિક લોકોના જીવન સાથે વણાઈ ગયું હોય જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેના નિકાલ માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહી છે. સુરત પાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોથી પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવાની કામગીરીનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જેમાં ડામરની જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ નો ઉપયોગ રોડ બનાવવા માટે કરવામાં આવે છે.
એક કિલોમીટર રોડ બનાવવા માટે 10 ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ
આ ઉપરાંત પાલિકા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક માંથી દૈનિક 20 એમ.ટી. પેલેટસ બનાવી તેનો ઉપયોગ વિવિધ પ્લાસ્ટિક પ્રોડક્ટ માટે કરવામાં આવે છે. જ્યારે એક કિલોમીટર રોડ બનાવવા માટે 10 ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, હાલમાં પાલિકાએ 32.56 કિલોમીટરના રોડ પ્લાસ્ટિક વેસ્ટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. આ પાલિકાનો પાયલોટ પ્રોજેક્ટ છે અને તે સફળ થાય તો આગામી દિવસોમાં વધુ રોડ પણ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે.