Surat:  વૈશ્વિક મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા સુરતના રત્નકલાકારોએ આર્થિક પેકેજની માંગ કરી હતી. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિક મંદીને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો.

Continues below advertisement

યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરતમાં પોલિશ્ડ થતાં રફમાં 30 ટકાથી વધુ હિસ્સો રશિયન રફનો હોય છે. રશિયન રફનો પ્રતિબંધ અને મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરાઇ હતી. માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપી હતી.

G- 7 દેશોએ રશિયાના હીરા પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે GJEPC દ્વારા રફની આયાત પર વોલેન્ટરી રોક હટાવી લીધી છે. હીરા ઉદ્યોગમાં બેરોજગારી ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. આગામી 15મીથી હીરા વેપારીઓ રફ હીરા મંગાવી શકશે. બેરોજગારી વધવાની શક્યતાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની મુખ્ય સંસ્થા GJEPC દ્ધારા નિર્ણય કર્યો છે. હીરાના આયાત પર લગાવેલ વોલેન્ટરી રોક હટાવી લેવામાં આવી છે. કટ એન્ડ પોલિશ્ડ હીરાનું ઓવર પ્રોડક્શન ન થાય તે માટે 15મી સપ્ટેમ્બરના રોજ આયાત સ્વૈચ્છિક બંધ કરાઈ હતી. મંદી દરમિયાન શહેરનું ડાયમંડ માર્કેટ સ્ટેબલ થાય તે માટે જીજેઈપીસી દ્ધારા રફની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હવે હીરા વેપારીઓ આગામી 15મી ડિસેમ્બરથી રફની આયાત કરી શકશે.

Continues below advertisement

૨૦૨૪થી રશિયન ડાયમંડની આયાત પર પ્રતિબંધ મૂકતા હીરા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રશિયામાંથી ૩૦થી ૩૩ ટકા પાતળા હીરાની રફ આયાત થાય છે. ત્યારે આ પ્રતિબંધની સીધી અસર રત્નકલાકારોની રોજગારી સાથે ડાયમંડ રેટ પર પણ અસર થશે. જેથી રશિયન ડાયમંડ પરના પ્રતિબંધને લઈ થનારી આડઅસરો જોતા જીજીએપીસી દ્વારા જી-૭ દેશોની સાથે કેન્દ્રને પણ રજૂઆત કરવામાં આવી રહી છે. સુરત કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું કેન્દ્ર છે. તૈયાર હીરા પૈકી ૯૦ ટકા કરતાં વધુ હીરા ફક્ત સુરતમાં મેન્યુફેક્ચર થાય છે. ત્યારે જી-૭ દેશોએ ૧ જાન્યુઆરી,૨૦૨૪થી રશિયન ડાયમંડની આયાત પર લાદેલા પ્રતિબંધની સૌથી વધુ અસર સુરતમાં જોવા મળશે તેમાં કોઈ બેમત નથી.