Surat News: રાજ્યમાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ડુમસ વિસ્તારના એક આલીશાન ફાર્મહાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 22 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ, રાજકોટના જેતપુરમાં એક નામચિહ્ન હોટલમાં ચાલતી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

Continues below advertisement

 

Continues below advertisement

સુરતમાં બર્થ ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી 'બાપુજીની વાડી' નામના આલીશાન ફાર્મહાઉસમાં મોડી રાત્રે બર્થ ડે પાર્ટીના નામે ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર ડુમસ પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફાર્મહાઉસમાંથી 14 યુવકો અને 8 યુવતીઓ મળીને કુલ 22 સંપન્ન પરિવારના નબીરાઓની ધરપકડ કરી છે, જેમાંથી કેટલાક હજુ અભ્યાસ કરી રહ્યા હોવાનું પણ ખુલાસો થયો છે.

આ પણ વાંચો...અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

24 મોબાઈલ ફોન સહિત કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

કાયદાનો કોઈ ડર ન હોય તેમ મોડી રાત સુધી દારૂની મહેફિલ માણી રહેલા આ તમામ લોકો પાસેથી પોલીસે દારૂની 5 બોટલ, બિયરના ટીન, 9 મોંઘીદાટ કાર અને 24 મોબાઈલ ફોન સહિત કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે તમામ 22 આરોપીઓને કસ્ટડીમાં લઈ મેડિકલ ટેસ્ટ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આ આયોજન કોણે કર્યું હતું તથા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ આ કાર્યવાહીથી સમગ્ર શહેરમાં ફફડાટ મચી ગયો છે. હાલમાં સમગ્ર શહેરમાં આ હાઈપ્રાફાઈલ પાર્ટીની ચર્ચા થઈ રહી છે.

જેતપુરમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

તો બીજી તરફ, રાજકોટના જેતપુરમાં આવેલી પ્રખ્યાત 'હોટલ વ્રજવાટિકા'માં પણ પોલીસે દરોડો પાડીને એક હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. હોટલની અંદર જુગાર રમી રહેલા 9 હાઈપ્રોફાઈલ શખ્સોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન 12 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ તેમજ વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 41 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.