Crime: સુરતમાંથી બૉગસ કૉલ સેન્ટર ઝડપાયુ, લોકોને આ ખાસ ટેકનિકથી ફસાવતા હતા જાળમાં ને પછી....

સુરતમાંથી વધુ એકવાર મોટું કૌભાંડ સામે આવ્યુ છે. પોલીસે દરોડા પાડીને શહેરમાંથી વધુ એકવાર બૉગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે

Continues below advertisement

Surat: સુરતમાંથી વધુ એકવાર મોટું કૌભાંડ સામે આવ્યુ છે. પોલીસે દરોડા પાડીને શહેરમાંથી વધુ એકવાર બૉગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં નકલી કૉલ સેન્ટર ચલાવીને પાંચ યુવકો લોકો સાથે ઠગાઇ કરી રહ્યાં હતા, જેમને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા છે. 

Continues below advertisement

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એક નકલી કૉલ સેન્ટર ચાલી રહ્યું હતુ, પોલીસને આ અંગે બાતમી મળતાં જ સુરત PCB-SOG પોલીસની ટીમે શહેરના ઉધના વિસ્તારમાં દરોડાના કાર્યવાહી હાથ ધરી હતી, આ દરમિયાન અહીં ઇન્ફોસિસ સૉલ્યૂસન નામથી ચાલી રહેલા કૉલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યુ હતુ. આ કૉલ સેન્ટરમાંથી પોલીસે પાંચ યુવકની ધરપકડ કરી હતી, જોકે, મુખ્ય સંચાલક વૉન્ટેડ થયો હતો. પોલીસના દરોડા દરમિયાન ઇન્ફોસિસ સૉલ્યૂસન કૉલ સેન્ટરમાંથી મોબાઇલ, લેપટૉપ સહિત કુલ 2.33 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, ઇન્ફોસિસ સૉલ્યૂસનમાં આ યુવકો આ કૉલ સેન્ટરમાં લોકોને વર્ક ફ્રૉમ હૉમ અને ડેટા એન્ટ્રીનું કામ આપીને ઠગાઇ કરતા હતા. 

 

આ પહેલા રાજકોટમાં પણ પકડાયુ હતુ નકલી કૉલ સેન્ટર...... 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot crime branch) બોગસ વેબસાઈટ (Website) અને કોલસેન્ટર (Call center)નો પર્દાફાશ કર્યો છે.  પોલીસે (Rajkot Police) 6 શખ્સોની અટકાયત કરી છે. બોગસ તાલીમ કેન્દ્ર પર પર રાજકોટ પોલીસ(Rajkot Police)ના દરોડા પાડ્યા હતા. ઝડપાયેલા શખ્શો નોકરી વાંચ્છુંકોને રેલવેમાં  નોકરી (Railway job) આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા હતા.  ધોરણ 12 પાસ યુવકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી 15 લાખ રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ(Rajkot)ની આલાપ બી બિલ્ડિંગમાં 506 નંબરની ઓફિસમાં શૈલેષ દલસાણીયા નોકરી આપવા માટે ઓફિસ ચલાવતો હતો.  રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajkot crime branch)બોગસ તાલીમ કેન્દ્ર પર દરોડા પાડ્યા, જ્યાંથી પોલીસે કોમ્પ્યુટર, રેલવે અને બેંકના બોગસ સિક્કા, મોબાઈલ ફોન સહિત 92 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ દ્વારા ઓનલાઇન બોગસ બનાવટી રેલ્વે ભરતી કંટ્રોલ બોર્ડની  www.rrb.govrusults.org.in સાઇટ બનાવી તેમા ઓરીજનલ વેબસાઇટનો ડેટા કોપી કરી તેના હોમ પેજમા RUSULTS ઉપર કલીક કરવાથી ઓપન થતા પેઇજમા ઉમેદવારને આપેલ રોલનંબર નાખવાથી તેનું RUSULTS દશાર્વે છે.  જેથી ઉમેદવાર યુવાનો તથા તેના પરિવારના સભ્યોને ખરેખર રેલ્વેમાજ નોકરી મળેલ છે તેવો આભાષ તેમજ વિશ્વાસ ઉભો થાય છે તેમજ બેરોજગાર યુવાનોને  રેલ્વેમાં વર્ગ-3 ક્લાર્કની નોકરી માટેના બનાવટી કોલલેટર, ટ્રેનિંગ, ઓર્ડરસ  રેલ્વેમા નોકરીના આઇ.ડી. કાર્ડ,  પે સ્લીપ બનાવી આપવામા આવતી હતી. આરોપીઓ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતું અને બાદ તેને નોકરી મળી ગયેલ છે તે અંગે આરોપીઓએ બનાવેલ બોગસ વેબસાઇટમા તેનુ રીઝલ્ટ મુકવામા આવતું અને બાદ ઉમેદવારોને તેમનુ નોકરી માટે મેડીકલ તપાસ કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેદવારોને ખરેખર વિશ્વાસ થાય તે માટે લખનઉ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એકપછી એક લઇ જઇ અને ત્યા હોસ્પીટલ ખાતે લઇ જઇ અને પ્રોસેસ થઇ ગયેલ તેમ  કહેવામાં આવતું. 

Continues below advertisement
Sponsored Links by Taboola