સુરત: સુરતમાં સુડા હદ વિસ્તરણ મામલે ખેડૂતો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુડા હદ વિસ્તારમાંથી સરકારે ધણા ગામો ની બાદબાકી કરી છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુડામાંથી કુલ 104 ગામો માંથી 54 ગામોની બાદબાકી કરવામાં આવી છે. હવે 50 ગામો જ  હદ વિસ્તરણ માં રહેશે. સરકાર ના નિર્ણય નો ખેડૂત સમાજે વિરોધ કર્યો છે. ગુજરાત સરકાર અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સરકારના આ નિર્ણયનો ખેડૂત સમાજ વિરોધ કરશે તેમ લાગી રહ્યું છે.