સુરત :  નંદુરબારથી ગાંધીધામ જનારી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી. પેન્ટ્રી બોગીમા આગ ફાટી નીકળતાં અફરા-તફરી મચી ગઈ છે. પેન્ટ્રી બોગી અલગ કરવામાં આવી. ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી. હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


પેસેન્જર ભરેલી હતી ટ્રેન. જોકે, કોઈ જાનહાની નહીં. રેલવે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા છે. પેન્ટ્રી બોગીમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો છે. સવારે 11 વાગે ટ્રેન નંદુરબાર સ્ટેશનથી નીકળી ને આગ લાગી હતી.


આ અંગેની વધુ વિગતો એવી છે કે, નંદરબાર રેલવે સ્ટેશન પર જ ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી. તરત જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. પેન્ટ્રીના કાર તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લગભગ 98 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ પર કાબૂ મેળવાયા પછી કયા કારણથી આગ લાગી તે જાણી શકાશે. 


સ્ટેશન પાસે જ ટ્રેનમાં આગ ફાટી નીકળતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા આગ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, મોટા રાહતના સમાચાર એ છે કે, કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર આવ્યા નથી.


ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 5 જ દિવસમાં રાજ્યમાં 126 દર્દીઓના કોરોનાથી મોત, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 39 દર્દીઓના મોત


અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે. જોકે, કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં કોરોનાથી 30 દર્દીઓના મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 લોકો મોતને ભેટ્યા હતા. આમ, કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ઘટી હોવા છતાં લોકોએ હજુ ચેતવાની જરૂર છે. કારણ કે, દૈનિક કેસો ઘટવાની સામે મૃત્યુઆંકમાં કોઈ ઘટાડો નોંધાયો નથી અને મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. 


છેલ્લા પાંચ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા મૃત્યુઆંકના વાત કરીએ તો, ખાલી છેલ્લા પાંચ દિવસમાં 126 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુઆંક અમદાવાદ શહેરમાં છે. પાંચ દિવસમાં 39 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. તારીખ પ્રમાણે વાત કરીએ, તો 28 જાન્યુઆરી ગુજરાતમાં 30 દર્દીઓના મોત, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 7 લોકોના મોત થયા હતા. 27મી જાન્યઆરીએ ગુજરાતમાં 22 દર્દીઓના મોત નીપજ્યા હતા. જેમાંથી અમદાવાદ શહેરમાં 7 દર્દીઓના મોત થયા હતા. 26મી જાન્યુઆરીએ ગુજરાતમાં 21 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 9 લોકોના મોત નીપજ્યા. 25મી જાન્યુઆરીએ ગુજરાતમાં 28 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા હતા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 દર્દીઓના મોત નીપજ્યા હતા. 24મી જાન્યુઆરીએ ગુજરાતમાં કોરોનાથી 25 દર્દીઓના મોત નીપજ્યા હતા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. 


ગુજરાતમાં કોરોનાં સંક્રમણના કેસ ઘટવા અને મૃત્યુ દર વધવા સંદર્ભે આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે નિવેદન આપ્યું છે. અન્ય દેશો અને રાજ્યો જેમ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો ડાઉન ફોલ શરૂ થયો છે. અલબત્ત કોમોરબીટ કન્ડિશન અને અન્ય કારણોસર મૃત્યુદરમાં થોડો વધારો જરૂર થયો છે. આરોગ્ય વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં આગામી એક બે અઠવાડિયામાં કોરોના કેસ અને મૃત્યુદરમા પણ ઘટાડો થશે. અન્ય દેશમાં પણ જે ટ્રેન્ડ હતો કે પિક પર ગયા બાદ એક બે અઠવાડિયામાં જ કોરોના સંક્રમણ એકદમ ઘટ્યું હતું તેવુ જ ગુજરાતમાં પણ થઈ રહ્યું છે.