સુરતઃ સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, મોંઘાભાવની જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી છેતરપીંડીના કેસમાં સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી. નવસારીના ચીખલીના મલ્યાધરા ગામના ખેડૂત દેવાભાઈ લાડ પાસે જમીનના દસ્તાવેજ કરાવી જમીન બારોબાર અન્યને વેચી લાખોની છેતરપીંડી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. મેઘના અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ જમીન ખરીદનાર સુરતના વિરલ તાલિયાએ પોલીસ ફરિયાદ આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.


મૂળ માલિક પાસે 90 લાખમાં સોદો કરી દસ્તાવેજ બનાવી સુરતના વિરલ તાલિયાને 12 લાખમાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જમીન ખરીદનાર પાસે ચેકથી પૈસા લીધા બાદ દસ્તાવેજ ન આપી ધાકધમકી આપી વધારાના રૂપિયા પડાવવા જતા પોલીસે માસ્ટર માઈન્ડ મેઘના પટેલની ધરકપકડ કરી હતી. જ્યારે અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


દ્વારકાના દરિયામાં ભારતીય જળ સીમા પાસેથી 7 માછીમારોનું અપહરણ


દ્વારકાના ઓખા બંદરમાં ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સાથે 7 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.  માછીમારો બોટ લઈ અહીં માછીમારી કરવા આવે છે. ત્યારે માછીમારોની બોટ માછીમારી કરવા દરીયામાં ગયા હતા ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. તુલસી મૈયા નામની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે.  


ઓખા બંદરની તુલસી મૈયા નામની  બોટ તા ૧૮.૦૧.૨૨ ના રોજ ઓખાથી માછીમારી કરવા માટે ગઈ હતી. આ બોટમાં સાત ખલાસી ક્રુ મેમ્બર માછીમારી કરવા ગયા હતા. જે બોટનું એન્જિન દરિયા અંદર ખરાબ થઈ જતા દરિયામાં ફસાઈ હતી. ત્યારે આજ રોજ તા.28.01.2020 ના રોજ પાકીસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે આ બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. 


ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક


અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........


Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે